ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અલ્ટ્રા-લક્ઝરી કાર રોલ્સ રોયસ હેચબેક ખરીદી છે, જેની કિંમત ₹13.14 કરોડ છે. મુંબઈના તારદેવ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના અધિકારીઓની વાત માનીએ તો આ દેશની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રોલ્સ-રોયસ ક્યુલિનન પેટ્રોલ મોડલ કાર મુકેશ અંબાણી માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગત 31 જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં તારદેવ પ્રાદેશિક પરિવહન કાર્યાલયમાં રજિસ્ટર કરાવવામાં આવી હતી. કાર 2018માં લોન્ચ થઈ ત્યારે તેની મૂળ કિંમત ₹6.95 કરોડ હતી પરંતુ ઓટો ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કસ્ટમાઇઝ્ડ ફેરફારથી કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે.RTO અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપનીએ 12 સિલિન્ડર ધરાવતી આ કાર માટે ‘ટસ્કન સન’ પેન્ટ પસંદ કર્યો છે, કારનું વજન 2.5 ટનથી વધુ છે અને 564 bhp પાવર ઉત્પન્ન કરતું એન્જિન છે. રિલાયન્સ દ્વારા 30 જાન્યુઆરી, 2037 સુધી આ કારની નોંધણી માટે ₹20 લાખનો વન-ટાઇમ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે. અન્ય ₹40,000 રોડ સેફ્ટી ટેક્સ પેટે ચૂકવવામાં આવ્યા છે. RTO ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ભારતમાં ખરીદેલી સૌથી મોંઘી કાર છે.
રોલ્સ-રોયસ ક્યુલિનન ભારતમાં 2018માં ઉબડખાબડ રસ્તાઓને હેન્ડલ કરવામાં સક્ષમ હેચબેક તરીકે લોન્ચ કરવામાં આવી હતી. અંબાણીના ગેરેજમાં આ ત્રીજું ક્યુલિનન મોડલ હશે. કેટલાક અન્ય ઉદ્યોગપતિઓ અને બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ આ જ મોડલ વાપરે છે. બ્રિટિશ ઉત્પાદકની વેબસાઈટ અનુસાર, ક્યુલિનન એ રોલ્સ-રોયસની પ્રથમ ઓલ-ટેરેન SUV છે. જો કે, મુકેશ અંબાણીના ગેરેજમાં આનાથી ઘણી મોંઘી લક્ઝરી કાર પહેલાંથી ઓલરેડી છે. થોડાં વર્ષો પહેલાં મુકેશ અંબાણીએ પત્ની નીતા અંબાણી માટે સૌથી અત્યાધુનિક આર્મર્ડ વાહનોમાંથી એક ખરીદ્યું હતું. આટલું જ નહીં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુકેશ અંબાણીની નવી કાર માટે VIP નંબર લીધો છે, જેના માટે 12 લાખ રૂપિયા ઓન ચૂકવવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, કારને નંબર ‘’0001’’ આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે એક VIP નંબરની કિંમત રૂપિયા 4 લાખ હોય છે પરંતુ હાજર સીરિઝમાં પસંદ કરવામાં આવેલો નંબર પહેલાં લેવાઈ ગયો હતો એટલે આ વધારે મોંઘો મળ્યો છે.