Business

મુકેશ અંબાણી આ વિદેશી કંપની ખરીદી બની જશે રિટેલ કિંગ

નવી દિલ્હી : એશિયાના (Asia) બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries Ltd.) એક મોટો સોદો કરવાની તૈયારી કરી રહી છે, જે લગભગ 500 મિલિયન યુરો (રૂ. 4,060 કરોડ) નો છે. આ સોદા હેઠળ રિલાયન્સે ભારતમાં ફેલાયેલી જર્મન રિટેલ કંપની મેટ્રો કેશ એન્ડ કેરીના (Metro Cash And Carry) બિઝનેસને હસ્તગત કરવાની યોજના બનાવી છે.

રૂપિયા 4060 કરોડમાં આ જાણીતી રિટેલ કંપનીને ખરીદવાની રિલાયન્સની તૈયારી

રિલાયન્સના પ્રસ્તાવ પર મેટ્રો સંમત
એક રિપોર્ટ અનુસાર આ કરારમાં 31 જથ્થાબંધ વિતરણ કેન્દ્રો, લેન્ડ બેંકો અને મેટ્રો કેશ એન્ડ કેરીની માલિકીની અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અબજોપતિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મેટ્રો વચ્ચે છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી અને ગયા સપ્તાહે જ જર્મન કંપની રિલાયન્સ રિટેલના પ્રસ્તાવ પર સહમત થઈ હતી.

બંને કંપનીઓ તરફથી ટિપ્પણીનો ઇનકાર
મુકેશ અંબાણીની આ મોટી ડીલ દેશની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલને B2B સેગમેન્ટમાં તેનું કદ વધારવામાં મદદ કરશે. મેટ્રો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બંને દ્વારા આ સોદાના વિકાસ પર કોઈપણ ટિપ્પણીને સ્પષ્ટપણે નકારી કાઢવામાં આવી છે. જ્યારે રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું છે કે અમારી કંપની વિવિધ તકોનું મૂલ્યાંકન કરે છે, મેટ્રો એજીના પ્રવક્તાએ કહ્યું કે અમે બજારની અફવાઓ અથવા અટકળો પર ટિપ્પણી કરી શકતા નથી.

Metro AGનો બિઝનેસ 34 દેશોમાં ફેલાયેલો છે
Metro Cash & Carry ના ગ્રાહકોમાં રિટેલર્સ અને કિરાના સ્ટોર્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને કેટરર્સ (HORECA), કોર્પોરેટ્સ, SMEs, કંપનીઓ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. મેટ્રો એજી 34 દેશોમાં કાર્યરત છે અને વર્ષ 2003માં ભારતીય બજારમાં પ્રવેશી હતી. તેના બેંગલુરુમાં છ, હૈદરાબાદમાં ચાર, મુંબઈ અને દિલ્હીમાં બે-બે અને કોલકાતા, જયપુર, જલંધર, જીરકપુર, અમૃતસર, અમદાવાદ, સુરત, ઈન્દોર, લખનૌ, મેરઠ, નાસિક, ગાઝિયાબાદ, તુમાકુરુ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ગુંટુર અને સ્ટોર્સ છે. હુબલીમાં એક-એક સ્ટોર છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL), અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની , જે દેશમાં રિટેલ બિઝનેસનું વિસ્તરણ કરી રહી છે, તે ગ્રૂપ હેઠળની તમામ રિટેલ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે. કંપનીએ 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે આશરે રૂ. 2 લાખ કરોડનો એકીકૃત બિઝનેસ રેકોર્ડ કર્યો હતો. રિટેલ બિઝનેસ વધારવા માટે મુકેશ અંબાણી એક પછી એક મોટી ડીલ કરી રહ્યા છે.

Most Popular

To Top