Business

મુકેશ અંબાણીએ નવી કંપનીની જાહેરાત કરી, જાણો શું છે બિઝનેસ?

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં એક નવી કંપનીની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ટેલિજન્સ નામની રિલાયન્સની નવી સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની જાહેરાત કરી છે. તેનો ધ્યેય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક નેતૃત્વના કેન્દ્રમાં સ્થાપિત કરવાનો છે.

રિલાયન્સ દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને પ્રોત્સાહન આપવા માટે પેટાકંપની ‘રિલાયન્સ ઇન્ટેલિજન્સ’ ની સ્થાપના કરશે. મુકેશ અંબાણીએ કહ્યું, ‘મને ગર્વ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પહેલાથી જ રિલાયન્સના ડીપ-ટેક બિઝનેસ બનવાના માર્ગે છે. આ એજન્ડાને વધુ ધ્યાન અને ગતિ આપવા માટે, આજે હું રિલાયન્સ ઇન્ટેલિજન્સ નામની નવી સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની રચનાની જાહેરાત કરતા વધુ ખુશ અને સન્માનિત છું.

કંપનીનું ધ્યાન આ 4 બાબતો પર છે

એઆઈ-રેડી ડેટા સેન્ટર: રાષ્ટ્રીય સ્તરે AI તાલીમ અને અનુમાનને સક્ષમ બનાવવા માટે ગ્રીન એનર્જી (નવીનીકરણીય ઉર્જા) દ્વારા સંચાલિત ગીગાવોટ-સ્કેલ Al-રેડી ડેટા સેન્ટર્સનું નિર્માણ આ કેન્દ્રોનું બાંધકામ ગુજરાતના જામનગરમાં શરૂ થઈ ગયું છે.

વૈશ્વિક ભાગીદારી: રિલાયન્સ ઇન્ટેલિજન્સ વિશ્વની અગ્રણી ટેક કંપનીઓ અને ઓપન-સોર્સ સમુદાયો સાથે મળીને કામ કરશે જેથી AI સિસ્ટમ્સમાં વિશ્વસનીયતા, ભારતીય ધોરણો અને મજબૂત સપ્લાય ચેઇન લાવી શકાય.

AI સર્વિસ: રિલાયન્સ ઇન્ટેલિજન્સનું નવું યુનિટ સામાન્ય લોકો, નાના વ્યવસાયો અને મોટા ઉદ્યોગોને સરળ અને વિશ્વસનીય Al-સક્ષમ ક્ષમ સેવાઓ પૂરી પાડવાનું લક્ષ્ય રાખશે. ઉપરાંત, શિક્ષણ, કૃષિ વગેરે જેવા રાષ્ટ્રીય મહત્વના ક્ષેત્રો માટે વિશિષ્ટ Al-આધારિત ઉકેલો વિકસાવવાનું પણ લક્ષ્ય રાખશે.

પ્રતિભાને પ્રોત્સાહન આપવું: રિલાયન્સ ઇન્ટેલિજન્સ એક એવું પ્લેટફોર્મ પણ હશે યાં વિશ્વભરના સંશોધકો, ઇજનેરો, ડિઝાઇનર્સ અને પ્રોડક્ટ બિલ્ડરો એક સાથે મળીને વિચારોને નવા ઉત્પાદનો અને નવીનતાઓમાં પરિવર્તિત કરશે જે ભારત અને વિશ્વ માટે ઉપયોગી ઉકેલો બનાવી શકે છે.

Most Popular

To Top