Entertainment

પુષ્પા-2ને ટક્કર આપવા આવી રહ્યો છે મુફાસાઃ ધ લાયન કિંગ, ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ વધાર્યો

નવી દિલ્હીઃ હોલીવુડ ફિલ્મોનો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળે છે. તાજેતરમાં જેમ્સ કેમેરોને ‘અવતાર’ના ત્રીજા ભાગના શીર્ષકની જાહેરાત કરી હતી. આ ફિલ્મ વોલ્ટ ડિઝની સ્ટુડિયો હેઠળ રિલીઝ થશે. એટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં ડિઝનીની ઘણી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેમાંથી એક સુપરહિટ ફિલ્મ ‘ધ લાયન કિંગ’ની પ્રિક્વલ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ છે.

ડિઝની ફેન ઇવેન્ટ- D23 એક્સપોમાં ઘણી હોલીવુડ ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત ગેલ ગેડોટની ‘સ્નો વ્હાઇટ’, ‘મોઆના 2’, ‘ટોય સ્ટોરી 5’ સહિત ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ અને ટીઝર-ટ્રેલરની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મોમાં ‘મુફાસાઃ ધ લાયન કિંગ’નું નવું ટ્રેલર પણ છે. આ ઉપરાંત તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે, જે ‘ પુષ્પાઃ ધ રૂલ’ની સાથે ટકરાઈ રહી છે.

બેરી જેનકિન્સ દ્વારા નિર્દેશિત ‘મુફાસાઃ ધ લાયન કિંગ’નું ધમાકેદાર નવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ‘ધ લાયન કિંગ’ની પ્રિક્વલ ફિલ્મ હશે. તે મુફાસા અને તેના ભાઈ સ્કાર વચ્ચેના સંબંધોમાં આવેલા ફેરફારોને બતાવશે. તે કેવી રીતે ભાઈથી દુશ્મન બની જાય છે, તેની પર ફિલ્મમાં ફોકસ કરવામાં આવશે.

‘ધ લાયન કિંગ’માં મુફાસા નામનું અનાથ બચ્ચું હતું જે ટાકા નામના સિંહને મળે છે. ટાકા રાજવંશનો વારસદાર છે. આ સાંયોગિક મિલન પછીથી અલગ વળાંક લે છે.

આ દિવસે રિલીઝ થશે
આ ફિલ્મ આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થશે. અંગ્રેજી ઉપરાંત આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. મતલબ કે તે થોડા દિવસો પછી સાઉથની મોટી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ને ટક્કર આપી શકે છે. અલ્લુ અર્જુનની ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ‘ધ લાયન કિંગ’ની પ્રિક્વલમાં મુફાસા અને સ્કાર વચ્ચેના સંબંધોના બદલાતા અર્થને જોઈને ચાહકો ઉત્સાહિત છે.

Most Popular

To Top