વડોદરા: એમ.એસ.યુનિવર્સિટી ની ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ડાન્સ દ્વારા એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચર સિરિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લેક્ચરમાં વક્તા તરીકે પ્રો દિપક કન્નલ હાજર રહ્યા હતા. પ્રો. દિપક કન્નલે ભારતીય નૃત્યને કઇ રીતે સમજવું એ વિશે રિસર્ચ પણ કર્યું છે.
પ્રો દિપક કન્નલે નૃત્ય વિસે માહિતી આપતા કહ્યું હતું કે, ડાન્સ માં આપણે જે રીતે જોઈએ છે કે હાથ પગ હલાવવા એ પૂરતુજ નથી પરંતુ તેની પાછળનો એક આશય હોય છે. વધુમાં પ્રોફેસર દિપક કર્નલે જણાવ્યું હતું કે, નૃત્યને સમજવા માટે તેની કળા અને તેની પાછળના મૃદ્રાઓ હાવ-ભાવ અને તેની પાછળ કરવાનું કારણ પણ મહત્ત્વનું હોય છે. જો તેને સમજી લઈએ તો નૃત્યને આપણે બરાબર રીતે ઓળખી શકીએ છીએ.
નૃત્યને અલગ અલગ ભાવથી જાણી શકાય છે
નૃત્ય એક ભાષા છે તેને નૃત્ય કરનારના મુખ અને તેના હાવભાવ પરથી જાણી શકાય છે. જેમ ભાષાના અલગ અલગ અર્થ હોય છે તેમ નૃત્યમાં પણ અલગ અલગ અર્થ થાય છે. આપણે શબ્દકોશને ગોખીને પણ મોઢે રાખ્યો હોય પણ કવિતા પાછળનો અર્થ આપણે સમજી શકતા નથી. કવિતાને સમજવા માટે તેના પાછળનો હેતુ સમજવો જરૂરી છે. એ હેતુ સમજવા માટે ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.
તેમ નૃત્યમાં પણ ભાષા હોય છે તેને કઇ રીતે સમજવી એ મહત્વનું છે. નૃત્યને આપણે મુખ, હાવભાવ પરથી જાણી શકીએ છે કે તે સુ કહેવા માંગે છે. નૃત્યમાં પણ મુદ્રાઓ હોય છે એ મુદ્રાઓનું અર્થઘટન હોય છે. નૃત્યમાંથી એક ભાવ ઉભો થવો જોઈએ. એ ભાવ નૃત્ય કરનાર જ સમજી શકે છે પરંતુ જોનાર માણસ સમજી શકતો નથી. જોનાર માણસને સમજવા માટે નૃત્ય કરનારે તેના રૌદ્ર સ્વરૂપ અને શાંત સ્વરૂપ ને પણ સારી રીતે રજુ કરવા જોઈએ તોજ સામેની વ્યક્તિ સમજી શકશે.