સુરત: ગુજરાત સરકાર (Gujarat govt) દ્વારા મ્યુકરમાઇકોસિસ (mucormycosis)ને મહામારી (epidemic) જાહેર કરવામાં આવી છે. હાલમાં સુરત શહેર (Surat city)માં મ્યુકરમાઇકોસિસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આવા દર્દીઓની સારવાર માટે Inj.Liposomal Amphotericin B ઈન્જેકશન આપવામાં આવે છે. ઈન્જેકશન ફાળવણી (Injection distribution)ની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે તજજ્ઞ તબીબોની એક સમિતિ (Experts committee) બનાવવામાં આવી છે.
મનપા કમિશનરની મંજુરી માટે પ્રાઈવેટ હોસ્પિટલના નોડલ ઓફિસર દ્વારા ઈ-મેઈલ આઈડી injamphotericinbsmimerzgail.com ઉપર દર્દીઓના ડોકયુમેન્ટસ સાજે 5 વાગ્યા પહેલા મોકલવાનાં રહેશે. હાજર સ્ટોક પૈકી PRO RATA મુજબ પ્રાઈવેટ હોસ્પિટલોને બીજા દિવસે બપોરે 3 થી 5 ના સમયગાળા દરમ્યાન દવા બારી નં.113 પર સંપર્ક કરવાનો રહેશે. પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા અધિકૃત થયેલા વ્યકિત ઈન્જેકશન કલેકટ કરવા આવે ત્યારે જરૂરી ડોક્યુમેન્ટની હાર્ડકોપી જમા કરાવાની રહેશે તથા બીજા દિવસે ઈન્જેકશનના ખાલી વાયલ જમા કરાવાના રહેશે.
કમિટી મેમ્બર કોણ કોણ
-ડો. પ્રફુલ છાસટિયા એમ.ડી ફિઝિશ્યન
-એચ.ઓ.ડી મેડિસિન
-એચ.ઓ.ડી ઓપ્થેલમોલોજી
-એચ.ઓ.ડી. રેડિયોલોજી
-એચ.ઓ.ડી ફોર્મેકોલોજી
કયા કયા ડોકયુમેન્ટ લાવવાના રહેશે?
- પ્રાઈવેટ હોસ્પિટલના ઓથોરોઈઝ ડો.ના સહી સિકકા સાથેનું ઈન્ડેન્ટ ફોર્મ (ફોર્મેટ-1 મુજબ)
- દાખલ દર્દીના કેસની વિગત (ડોકટરના પ્રિસ્ક્રિપ્શન (અસલમાં) તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
- દર્દીના આધાર કાર્ડની નકલ
- મ્યુકરમાઈકોસિસના નિદાનની નકલ
- સારવાર આપતા તબીબનો ભલામણ પત્ર
- જે તે હોસ્પિટલે નમુના મુજબનો બાંહેધરી પત્રક (ફોર્મેટ-2 મુજબ) આપવાનો રહેશે.
- જે પેશન્ટને ઈન્જેકશન આપવામાં આવ્યા હોય તેની યાદી હાર્ડકોપી બીજા દિવસ ઈન્ડેન્ટ ફોર્મમાં મોકલવાની રહેશે.
સુરત શહેરમાં મ્યુકરમાઇકોસિસના વધુ દર્દીઓ આવી રહ્યા છે. સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા પણ વધી રહી છે. શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં 11 દર્દી કેસ ચેક કરાવ્યા હતા. જે પૈકી ચાર દર્દીને દાખલ કરાયા છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલની ઓપીડીમાં 7 દર્દી આવ્યા હતા. જે પૈકી બે ગંભીર દર્દીઓને દાખલ કરાયા છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે 4 દર્દીનાં ઓપરેશન કરાયાં હતાં. સિવિલમાં હાલ કુલ 102 અને સ્મીમેરમાં હાલ 38 જેટલા મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 5 દર્દીનાં મોત નીપજ્યાં છે. જ્યારે બે દર્દી ઉપર સર્જરી કરવામાં આવી છે. મ્યુકરમાઇકોસિસના કેસ શહેરમાં ખૂબ જ વધી રહ્યા છે.