સુરત: સુરત (Surat) જિલ્લાના માંડવી (Mandvi) તાલુકામાં રહેતા એક શ્રમજીવી પરિવારમાં ત્રણ વર્ષના બાળક (3 year child)ની ખાનગી હોસ્પિટલમાં બ્લડ કેન્સરની સારવાર ચાલું હતી. દરમિયાન બાળકને મ્યુકોરમાઈક્રોસીસ (Mucormycosis)ના લક્ષણો (Syntoms) જણાઈ આવતા નવી સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરાયું હતું. બાળકની સારવાર માટે અમદાવાદ (Ahmadabad) જવાનું કહેતાં પરિવાર બાળકને લઈને ઘરે જતા રહ્યાં હતાં.
કોરોનાની બીજી લહેર લોકો વિસરી ગયા છે ત્યારે ત્રીજી લહેરના આગમનના સંકેત મળી રહ્યાં છે. બીજી લહેરમાં અનેકે પોતાના સ્વજનો ગુમાવ્યા બાદ મ્યુકરમાઇકોસિસએ માથું ઊંચક્યું હતું. શરૂઆતમાં મ્યુકરમાઇકોસિસના કારણે પણ અનેક લોકોએ આંખો તો ઘણાએ જીવ ગુમાવ્યાં હતાં. આ બધાની વચ્ચે મેડિકલ સાયન્સ માટે પડકારૂપ વધુ એક કેસ સામે આવ્યો છે. માંડવી ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારમાં 3 વર્ષના બાળખને બ્લડ કેન્સર છે. બાળકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલું છે. દરમિયાન બધા રિપોર્ટની તપાસ કરતા બાળકને મ્યુકરમાઇકોસિસના લક્ષણો દેખાયા હતા. ત્યાર બાદ બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે સિવિલ પાસે આ બાળકની સારવાર કરવાની પૂરતી તૈયારીઓ ન હોવાથી બાળરોગના નિષ્ણાત તબીબ ન હોવાનું કહીને બાળકને અમદાવાદ ખસેડવા કહ્યું હતું. સુરત નવી સિવિલમાંથી સારવાર માટે અમદાવાદ લઈ જવાનું કહેતા બાળકના પરિવારજનો પણ ડરી ગયા હતા. અમદાવાદ લઈ જવાનું કહેતા પરિવાર બાળકને ઘરે લઈ ગયો હતો.
બાળકની એક મહિનાથી તબિયત ખરાબ હતી
બાળકના પિતાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી તેની તબિયત સારી નથી. તેને તાવ આવ-જાવ કરે છે. જેથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યો હતો. ત્યાંથી નવી સિવિલમાં આવતા બાળકને દાખલ કરાયો હતો. જ્યાં તબીબોએ તેને અમદાવાદ લઈ જવા કહ્યું હતું. જેથી રજા લઈને બાળકને ઘરે લઈ ગયા છે.
મગજ સુધી મ્યુકરમાઇકોસિસ જવાની શક્યતા
નવી સિવિલના એક તબીબે બાળકનો સિટી સ્કેન જોતા નાકમાં મ્યુકરમાઇકોસિસ હોવાનું જણાવ્યું હતું. અને તેની સારવાર વહેલી નહીં કરાઈ તો મગજ સુધી જવાની શક્યતા છે. આ ઇન્ફેક્શન અઠવાડિયાની અંદર મગજ સુધી ફેલાઈ શકે છે.