રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસો સતત વધી રહ્યા છે. જેના પગલે હવે તેની સારવાર માટે ઉપયોગી એમ્ફોટેરિસિન-બી ઈન્જેકશનની અછત વર્તાઈ રહી છે. ડાયાબીટીસની સાથે કોરોનાના દર્દીની સારવાર દરમ્યાન વધુ પડતાં સ્ટિરોઈડના ઉપયોગના કારણે મ્યુકરમાઈકોસિસ થવાની સંભાવના વધી રહી છે. રાજ્યમાં હાલમાં મ્યુકરરમાઈકોસિસના 2381 કેસો નોંધાયા છે. જ્યારે 81 દર્દીઓનું મૃત્યુ થયુ છે. જે પૈકી અમદાવાદમાં 35 અને સુરતમાં 21 દર્દીઓ આ રોગનો ભોગ બન્યા છે.
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના 2381 કેસો
By
Posted on