Vadodara

MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાંવીસીના હસ્તે ફૂટપ્રિન્ટ્સ 24નો પ્રારંભ

વડોદરા, તા.1
વડોદરાની વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટી ની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આજથી શરૂ ફૂટપ્રિન્ટનો શુભારંભ એમ.એસ. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. વિજય શ્રીવાસ્તવ ,ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના ડીન તેમજ ડિપાર્ટમેન્ટ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસના ફૂટ પ્રિન્ટ કાર્યક્રમમાં બે દિવસ ઇવેન્ટ યોજવામાં આવી છે. જેમાં ડીએફએ કાર રેસિંગ, હાઈડ્રેક્સ મેકેનિકલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવી છે. સાથે આકર્ષણનું કેન્દ્ર ઉભું કરનાર આઈસી એન્જીન કાર રેસિંગ, હાઈડ્રોલિકસ મોડેલ મેકિંગ તેમજ રોબો વોર્સ જેવા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મિકેનીકલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, સિવિલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ તેમજ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા આ ફૂટપ્રિન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આશરે 2000 થી 2500 જેટલા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Most Popular

To Top