) વડોદરા તા.30
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના એપ્લાઇડ કેમેસ્ટ્રી વિભાગના શિક્ષક ડો.ચેતન કે.મોદી માર્ગદર્શક અને પ્રતિકકુમાર લાખાણી પીએચડી. વિદ્યાર્થી દ્વારા પેટન્ટ મેળવવામાં આવી હતી.
ઘણા સંશોધન ક્ષેત્રો અને ઉદ્યોગો રસાયણશાસ્ત્રીઓની પરમાણુઓનું નિર્માણ કરવાની ક્ષમતા પર આધારિત છે. ઉદાહરણ તરીકે, કારમાં કેટલિસ્ટ એક્ઝોસ્ટ ધૂમાડામાં રહેલા ઝેરી પદાર્થોને હાનિકારક પરમાણુઓમાં પરિવર્તિત કરે છે. આપણા શરીરમાં ઉત્સેચકોના રૂપમાં હજારો ઉત્પ્રેરક પણ હોય છે, જે જીવન માટે જરૂરી પરમાણુઓને બહાર કાઢે છે. આ પેટન્ટમાં ડો. ચેતન કે. મોદી માર્ગદર્શક અને પ્રતિકકુમાર લાખાણી પી.એચ.ડી. વિદ્યાર્થીએ સૌ પ્રથમવાર Ru-BINOL આધારિત અસમતલીય કાર્બનિક ઉત્પ્રેરકનું નિર્માણ કર્યું છે કે જે અસમપ્રમાણ હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં અસાધારણ કામગીરી બજાવવાની તેની ક્ષમતા દર્શાવે છે કે જે આ પ્રક્રિયામાં 84% રૂપાંતરણ અને (EE) > 90% આર-આઇસોમરની ઈનાસીઓસેલેક્ટિવિટી સાથે અભૂતપૂર્વ ક્રિયા આપે છે. સંશ્લેષિત ઉત્પ્રેરકને પ્રવૃત્તિના સંપૂર્ણપણે શૂન્ય નુકશાન સાથે સતત પાંચ વખત વિના પ્રયાસે રિસાયકલ કરવામાં આવ્યું હતું.
એમ.એસ.યુનિ. ગુજરાતનું રિસર્ચ હબ તરીકે ઊભરી રહ્યું છે : પ્રો.ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ
By
Posted on