Vadodara

સાંસદ રંજનબેન ભટ્ટ દેખાડો કરવા માટે ભૂખી કાસમાં ઉતર્યા

વડોદરા: સાંસદ રંજનબેન ભટ્ટે ભૂખી કાસ માં ઉતરીને સફાઈ ના આદેશ આપ્યા તેમાં તેમણે કામ કર્યાનો માત્ર દેખાડો કર્યા હોવાની ચર્ચા ભાજપના કાર્યકરોમાં થઈ રહી છે. કાર્યકરોમાં એવું ચર્ચાય છે કે,  ત્યાંથી પસાર થતી નિઝામપુરા મહેસાણા નગર ,નવાયાર્ડ થઈ ને પસાર થતી ભૂકી કાસ પર ના દબાણો થયેલા છે તે પણ દૂર કરવાની સુચના સાંસદે આપવી જોઈએ. નેતાઓ હોય કે આઇએએસ ઓફિસર હોય અલગ-અલગ પ્રકારના નાટક કરીને પબ્લિકને બેવકૂફ બનાવે છે. મીડિયામાં હાઇલાઇટ થવા અને પ્રજા તરફ તેમનું ધ્યાન ખેંચવા રાજકારણીઓ અલગ અલગ પ્રકારના   ડ્રામા કરે છે.

પ્રજાને બેવકૂફ બનાવવા રાજકારણીઓ અવનવા તરકટો કરે છે. જેમાં મહિલા સાંસદ રંજનબેન ભટ્ટ પણ દેખાડો કરવા ભુખી કાસમાં ઉતર્યા હતા. સાંસદ રંજનબેન ભટ્ટની આ બીજી ટર્મ ચાલી રહી છે ત્યારે પહેલી વાર તેઓ ભૂખી કાસમાં ઉતર્યા હતા. એ પહેલા અનેકવાર વડોદરા શહેરમાં પૂર આવ્યા છે અને નાગરિકોની સમસ્યાઓ પણ ઘણી બધી સામે આવી છે પરંતુ આ વખતે પહેલી વાર તેઓ ભૂખી કાંસના ઉતરીને મહિલા સાંસદ રંજનબેન ભટ્ટે ડ્રામા કર્યો હતો. મળે, પોતાનું વર્ચસ્વ ઘટતા પ્રજાને પોતાની તરફ ધ્યાન ખેંચવા માટે તેઓ ભૂખી કાંસના ઉતરીને નાટક કર્યું હતું, એવુ કાર્યકરો કહી રહ્યા છે. મેયર બાળુ શુક્લ એસ.ટી.પી ઉતર્યા ત્યારે તેઓ સાંસદ બની ગયા હતા અને હવે રંજનબેન ભટ્ટ ભૂખી કાશ માં ઉતર્યા હતા હવે જ્યારે મંત્રી પદનું વિસ્તરણ થઇ રહ્યું છે ત્યારે સાંસદ રંજનબેન ભટ્ટને મંત્રી બનવાના અભરખા જાગ્યા છે એવુ પણ કાર્યકરો કહી રહ્યા છે. 

છેલ્લા કેટલાક દિવસે સ્થાનિકો દ્વારા પાણીનો નિકાલ થતો ન હોવાની ફરિયાદ મળતાં સાંસદ નિઝામપુર બસ ડેપો ની પાસે થી પસાર થતી ભુખી કાસ માં ઉતર્યા હતા.નિઝામપુરા મહેસાણા નગર નવાયાર્ડ એમએસયુ તરફથી ભૂખી કાશ ઉપર પાણી કાઢવા માટેના જે દબાણો છે એ પણ સાંસદ રંજનબેન ભટ્ટ દૂર કરાવે તો વરસાદ નું પાણી ભરાવાની સમસ્યા દૂર થાય.પરંતુ તેઓ માત્ર ને માત્ર ડ્રામા કરવા માટે કાશ ઉતર્યા હતા. જ્યારે ભાજપના નેતા મોટા મોટા બિલ્ડરો અઘોરામોલ જેવા મોટા બિલ્ડરો એ પણ કાશ પર દબાણો કરવામાં આવ્યા છે, સુ એ દબાણો સાંસદ રંજનબેન ભટ્ટ દૂર કરાવશે.

Most Popular

To Top