National

MPનાં દતિયામાં મિની ટ્રક પલ્ટી મારતા 10નાં મોત, 30 ધાયલ

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (MP) દતિયા (Datia) જિલ્લામાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બુધવારે સવારે 6:00 વાગ્યાની હોવાનું કહેવાય છે. દુરસાદા પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારના બુહારા ગામમાં નિર્માણાધીન પુલ પાસે એક મિની ટ્રક (Mini truck) બેકાબૂ બની પલટી મારી જતાં 10 લોકોના મોત (Death) થયા હતા જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ (Injured) થયા હતા. ટ્રકમાં સવાર લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જતા હતા.

  • ટ્રકમાં સવાર તમામ લોકો બીલહેટી ગામેથી ટીકમગઢથી જટારા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા
  • અકસ્માતમાં ટ્રકમાં સવાર 3 બાળકો સહિત અન્ય 7નાં મોત
  • અકસ્માતમાં 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ
  • દુરસાદા પોલીસ સ્ટેશન વિસ્તારના બુહારા ગામમાં નિર્માણાધીન પુલ પાસે એક મિની ટ્રક બેકાબૂ બની પલટી મારી ગઈ

ટ્રકમાં સવાર તમામ લોકો બીલહેટી ગામેથી ટીકમગઢથી જટારા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માતને જોનાર તેમજ ઘટનાસ્થળે હાજર વ્યકિતએ જણાવ્યું કે મિનિ ટ્રક નદી કિનારે નિર્માણાધીન પુલ પાસેથી પસાર થઈ રહી હતી, જ્યાં નદીના પાણીના કારણે તે બેકાબૂ થઈને પલટી ગઈ હતી. અને બેકાબૂ બની પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર 3 બાળકો સહિત અન્ય 7નાં મોત થયા હતા. જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા મૃતકો અને ઘાયલોને હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યાં હતા.

ઘટનાની જાણ પોલીસને થતાં જ તેઓ અકસ્માતના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું હતું. દલિયા પોલીસના અધિકારીઓએ જાણકારી આપી હતી કે હાલમાં પડેલા ભારે વરસાદના કારણે રેસ્કયુ ઓપરેશનની કામગીરી ધીમી ચાલી રહી છે. જો કે રેસ્કયુ કરી ધાયલોને સારવાર હેઠળ બનતી કોશિશે જલ્દી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યાં છે.

Most Popular

To Top