National

રાજસ્થાનના હનુમાનગઢમાં પાકિસ્તાનની 20 ફૂટ લાંબી મિસાઈલ ધ્વસ્ત, જેસલમેરમાં રેડ એલર્ટ, ટ્રેનોની અવર-જવર બંધ

જેસલમેર વિસ્તારમાં પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ અને ખાસ કરીને નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાની તેની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં હાઇ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રની સલાહને પગલે જેસલમેર સ્ટેશન પર ટ્રેનોની અવરજવર સ્થગિત કરવામાં આવી છે. બીજી તરફ રાજસ્થાનના હનુમાનગઢમાં પાકિસ્તાને 20 ફૂટ લાંબી મિસાઈલ છોડી હતી જેને ભારતની સુરક્ષા સિસ્ટમે ધ્વસ્ત કરી નાંખી છે.

બીજી તરફ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. રાત્રે પાકિસ્તાનને અડીને આવેલા જમ્મુ અને પંજાબના સરહદી વિસ્તારોમાંથી ટ્રેનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જેસલમેરમાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ આમને-સામને આવી ગઈ છે. અહીં એક પછી એક અનેક વિસ્ફોટો સંભળાઈ રહ્યા છે. તેથી વહીવટીતંત્રે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે જેસલમેર સ્ટેશનથી ટ્રેનોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભારતે 20 ફૂટ લાંબી પાકિસ્તાની મિસાઇલ પાડી નાંખી છે. હનુમાનગઢીના લાખુવાલીમાં ભારતે આ મિસાઈલ ધ્વસ્ત કરી છે. જમ્મુમાં પણ ભારતે પાકિસ્તાનના ડ્રોનને ડિફ્યૂસ કર્યો છે. ભારત સતત પાકિસ્તાન તરફી થઈ રહેલા હુમાલાઓને નિષ્ક્રિય કરી રહ્યું છે.

ગુરુવારે રાત્રે રાજસ્થાનના જેસલમેરમાં વિસ્ફોટોના અહેવાલો મળ્યા હતા અને પાકિસ્તાન સરહદ નજીકના શહેર અને અન્ય સ્થળોએ બ્લેકઆઉટનો આદેશ આપવામાં આવ્યો હતો કારણ કે પાકિસ્તાની સેનાએ પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં લશ્કરી સ્થાપનો પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. સ્થાનિક અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે “ખૂબ જ જોરથી અવાજ” સંભળાયો હતો. આ પછી થોડીવાર શાંતિ રહી. આ પછી લગભગ એક કલાક સુધી વિસ્ફોટો ચાલુ રહ્યા હતા.

બધા પ્રવેશ અને બહાર નીકળવાના બિંદુઓ બંધ
જેસલમેર એક સરહદી વિસ્તાર છે અને આ જિલ્લો ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. પાકિસ્તાન સાથે તણાવ વધ્યો હોવાથી અહીં ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. ભારતીય સેનાએ પ્રવેશ અને બહાર નીકળવાના બધા જ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. બધા રસ્તાઓ અને દુકાનો બંધ કરી દેવામાં આવી છે. પોખરણની આસપાસના વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. પોખરણમાં ત્રણ વિસ્ફોટ થયા છે, ગામ ખાલી કરાવવામાં આવ્યું છે.

Most Popular

To Top