World

મોંઘવારી માઉન્ટ એવરેસ્ટે ચઢી: વિશ્વભરના પર્વતારોહકો માટે નેપાળ સરકારે કરી આ મોટી જાહેરાત

નેપાળ: વિશ્વના (World) સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટને (Mount averest) સર કરવાનું સપનું હવે વધુ મુશ્કેલ બનવા જઈ રહ્યું છે. વાસ્તવમાં, નેપાળ સરકાર (Nepal) હવે આ માટે દરેક પર્વતારોહક (Climbers) પાસેથી મોટી રોયલ્ટી વસૂલશે. નેપાળ સરકાર રોયલ્ટીની રકમ જમા કરાવ્યા પછી જ કોઈપણ દેશના ક્લાઇમ્બર્સને માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાની પરવાનગી (Permission) આપશે. અત્યાર સુધી રોયલ્ટી ચાર્જ ઘણો ઓછો હતો. પરંતુ હવે નેપાળ સરકારે તેમાં લગભગ અઢી ગણો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

નેપાળ સરકારે સોમવારે જણાવ્યું હતું કે તે 2025 થી માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાની પરવાનગી મેળવવા માટે રોયલ્ટી ફી USD 4,000 થી વધારીને USD 15,000 કરવા પર વિચાર કરી રહી છે. હાલમાં 8,848.86 મીટરના વિશ્વના સૌથી ઊંચા પર્વત પર ચઢવા ઈચ્છતા વિદેશી ક્લાઇમ્બર્સે US$11,000 ની રોયલ્ટી ફી ચૂકવવી પડે છે. નેપાળી ક્લાઇમ્બર્સે NR75,000 (નેપાળી રૂપિયો) ની ફી ચૂકવવી પડે છે. સરકારે છેલ્લે જાન્યુઆરી 2015માં રોયલ્ટી ફીમાં સુધારો કર્યો હતો.

વિભાગના પ્રવક્તા યુવરાજ ખાટીવાડાએ જણાવ્યું હતું કે, “પર્યટન વિભાગે 2025 થી માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા ઇચ્છુક વિદેશી નાગરિક દીઠ USD 15,000 ની નવી રોયલ્ટી ફીની દરખાસ્ત કરી છે.” કેબિનેટ દરખાસ્તને મંજૂરી આપ્યા બાદ નવી ફી અમલમાં આવશે. વર્તમાન ફી માળખું કોઈપણ વિદેશી પર્વતારોહકને US$11,000ની ચૂકવણી પર સાઉથ ફેસ (નેપાળ બાજુથી) માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાની પરવાનગી આપે છે. 2015 પહેલા, જૂથે અભિયાનો પર વ્યક્તિ દીઠ US$10,000 ખર્ચ્યા હતા. જો કે, જૂથની જોગવાઈ પાછળથી પડતી મૂકવામાં આવી હતી અને વિદેશી આરોહી દીઠ US$11,000 ની ફ્લેટ ફી લાગુ કરવામાં આવી હતી.

Most Popular

To Top