(પ્રતિનિધી) સિંગવડ, તા.૨૨
પીપલોદ ગામે થી રેલવેની ફાટક પાસ કરીને આ બાજુ આવું પડતું હતું જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રેલવેની બધી જ ફાટકો બંધ કરવા નું નક્કી કરવામાં આવ્યું હતું તેના અંતર્ગત પીપલોદ ગામે રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે આ ફાટક રણધીપુર સંજેલી વગેરે ગામોમાં જવા માટે રેલ્વે ફાટક ઉપર ઘણો ટાઈમ અટવાઈ રહેવું પડતું હતું અને ઘણી વખત તો ત્રણ ત્રણ ટ્રેન નીકળવામાં આવતી હતી જ્યારે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ રેલવે ફાટક ઉપર બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત એક વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને આ રેલવે ફાટક ઉપર ફટાફટ કામ કરીને કોન્ટ્રાક્ટર દ્વારા રેલવે બ્રિજ ને તૈયાર કરી દેવામાં આવ્યો જ્યારે આ બ્રિજ બની ગયા પછી પણ તેના ઉપર થી અવરજવર હજુ ચાલુ કરવામાં નથી આવી જો આ ફાટક ઉપર બ્રિજ બન્યો તેના ઉપર અવરજવર ચાલુ થઈ જાય તો આ ફાટકની માથાકૂટ માંથી નીકળી જવાય તેમ છે જ્યારે રેલવેના બ્રિજ બની ગયા હોય પરંતુ આ રેલવે બ્રિજ ના લોકાર્પણ ની રાહ દેખાઈ રહી તેમ લાગી રહ્યું છે જ્યારે હવે ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી તારીખો જાહેર થવાની હોય જો તેના પહેલા રેલવે બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવે તો આ રેલવે બ્રિજ વાહન ચાલકો માટે ઉપયોગી થઈ શકે તેમ છે અને આ રેલવે ફાટક ઉપર ઘણો સમય રાહ દેખી રહેવાનું મટી શકે તેમ છે જ્યારે આ રેલવે બ્રિજ માટે કોઈ કેન્દ્રીય મંત્રીની કે કોઈ મોટા નેતાની રાહ દેખાઈ રહી તેમ લાગી રહ્યું છે કે પછી હજુ આ બ્રિજનું લોકાર્પણ માટે રાહ દેખવી પડશે તેમ વાહન ચાલકોમાં એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે શું આ લોકસભાની ચૂંટણી પહેલા આ પીપલોદ ના રેલવે બ્રિજનું લોકાર્પણ થઈ જશે ખરું?
