ત્રણ દાયકાથી વધુ સમયથી કમળાની દવા લાખો લોકોને મળસ્કે દર રવિવારે નિ:શુલ્ક પાનારા (હાલ બંધ છે) એવા ઇશ્વર સી. પટેલે એમના વીસ જેટલા સાહિત્યિક મેગેઝીનો આવે છે તે તથા નિબંધ, આયુર્વેદ, જીવન ચિરત્રો, કવિતા, પ્રવાસ વર્ણનો, યોગવિદ્યા, મનોવિજ્ઞાન, સાહિત્યના મેગેઝીનો, અને પ્રકીર્ણ સેંકડો પુસ્તકો તાજેતરમાં નર્મદ નગરી સૂરતની પુસ્તક પ્રેમી સુજ્ઞ જનતાને નિ:શુલ્ક વહેંચ્યા. આ વિશ્વ વ્યાપી કોરોના કાળમાં ડો. ગુણવંતભાઇ શાહ, ભૂપત વડોદરીયા, ડો. શશીકાંત શાહ, ડો. પ્રકાશભાઇ ગજજર, ડો. દોલતભાઇ દેસાઇ, શોભન, ફાધર વાલેસ, શ્રી ભગવતીકુમાર શર્મા, શ્રી રતિલાલ અનિલ, શ્રી કાજલ ઓઝા વૈદ્ય, ડો. બાપાલાલ વૈદ્ય, અશ્વિનભાઇ દેસાઇ, જય વસાવડા, કાંતિ ભટ્ટ, જીતેન્દ્ર અઢીયા વગેરેના અનેક પુસ્તકોને વહેંચવાના ભગીરથ કાર્ય કહેવાય.
જહાંગીરપૂરા – ભગુભાઇ પ્રે. સોલંકી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.