12 ફેબ્રુઆરીના ગુજરાતમિત્ર દૈનિકની શો ટાઇમ પૂર્તિ અંતર્ગત ફિલ્મ બાગબાનના કલાકાર સમીર સોનીના વિચારો સોશ્યલ મિડિયા દ્વારા રજૂ થયા. જેમાં પિતાની ભૂમિકા અદા કરનાર અમિતાભ ખલાનાયક હતાં એવું સમીર સોનીનું અને નવી પેઢીનુ માનવુ છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ચાર દીકરાના ઉછેરમાં પિતાનુ યોગદાન જ હશે. સંજય મલ્હોત્રાને પિતાનુ ટાઇપ રાઇટર પણ અવાજ કરતુ લાગે છે. કડવા ચોથના ઉપવાસના પારણા માટે પણ પુત્રવધુ મનઘડત વિચાર કરી લે છે. પિતાના ચશ્મા રીપેર કરવા માટે પણ ઉપેક્ષિત વર્તન કરવામા આવે છે. આ તમામ બાબતો પુત્ર-પુત્રવધુને શોભે છે. ફિલ્મ કાલ્પનીક વાર્તા હતી એમ સમજીએ તો પણ આ આપણા સમાજનુ કડવુ અને વરવુ પ્રતિબિંબ છે.
અપવાદ સર્વત્ર છે અને હોય જ. પણ જે માવતરે સમગ્ર જીવનની મૂડી સંતાનોની કારકિર્દી ઉજ્જવળ બને એવા આશયથી ખર્ચી નાંખી હોય એવા માવતર પણ વૃધ્ધાશ્રમમાં જીવન વિતાવતા હોય છે. સાથે રહેતા હોય તો પણ સંતાનોની મરજી મુજબ જીવવાનુ હોય છે. બે પેઢી વચ્ચે વૈચારિક સંઘર્ષ એટલી હદે વિસ્તરી જાય છે કે ન છુટકે વિભક્ત કુટુંબનો નિર્ણય અમલમા મૂકવો પડે છે. બાગબાનમાં માતા-પિતાને અલગ કરવામા આવે છે. જેમની વચ્ચે સ્નેહનો સેતુ અતૂટ હતો. નવી પેડી સમીર સોનીના વિચાર સાથે સહમતી હોય તો એ એમની વિચારધારા છે. પણ માવતરના ઉપકાર કદી વિસરાવા ન જ જોઇએ.
સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.