National

સગા દીકરાની હત્યા કરનાર સૂચના શેઠ ફ્લાઈટની ટિકીટ કરતા દસ ગણું ભાડુ ટેક્સી માટે ચૂકવવા તૈયાર હતી

બેંગ્લુરુ(Bengluru): સગા દીકરાની ક્રુર હત્યા (Murder) કરનાર AI કંપનીની સીઈઓ (CEO) સૂચના શેઠે (SuchnaSheth) ટેક્સી (Texi) માટે ફ્લાઈટની (Flight) ટિકીટ કરતા વધુ કિંમત ચૂકવી હોવાનો ખુલાસો થયો છે. ગોવાથી (Goa) બેંગ્લુરુ જવા માટે સૂચના શેઠે ક્સી ડ્રાઈવરને રૂપિયા 30,000 રૂપિયા ભાડુ આપવા તૈયારી બતાવી હતી.

છેલ્લાં બે દિવસથી બેંગ્લુરુની AI કંપની માઈન્ડફુલની સીઈઓ સૂચના શેઠ પોતાના સગા દીકરાની હત્યા માટે ચર્ચામાં છે. ગોવાની હોટલમાં પોતાના 4 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ બેગમાં પેક કર્યો હતો. આ બેગ સાથે તે ફ્લાઈટમાં જવા માંગતી નહોતી, તેથી તેણીએ રૂપિયા 30,000ના ઊંચું ભાડું ચુકવી ગોવાથી બેંગ્લુરુ ટેક્સીમાં જવાનું નક્કી કર્યું હતું.

ગોવાના સર્વિસ એપાર્ટમેન્ટના મેનેજરે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આ મામલે ખુલાસો થયો છે. એપાર્ટમેન્ટના સ્ટાફે શેઠનું એ તરફ ધ્યાન દોર્યું હતું કે, કેબ કરતાં ફ્લાઈટ સસ્તી પડશે તેમ સૂચના સેઠને કહ્યું હોવા છતાં તે કેબમાં જ જવા આગ્રહ કરી રહી હતી. વેબસાઈટ પર ગોવાથી બેંગ્લુરુની ફ્લાઈટની છેલ્લી ઘડીની ટિકીટ પણ 3000 રૂપિયાથી વધુની નહોતી. જ્યારે સૂચના શેઠને કેબ માટે 10 ગણી રકમ એટલે કે 30,000 ચૂકવવા પડી રહ્યાં હતાં. તેમ છતાં તે કેબમાં જ જવાનો આગ્રહ કરી રહી હતી. તેથી સ્ટાફ અને માલિકને સૂચનાની વર્તણૂક પર શંકા ગઈ હતી.

મેનેજરે કહ્યું કે, સૂચના શેઠે ગઈ તા. 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી રૂમ બુક કર્યો હતો. તે માટે એડવાન્સ પેમેન્ટ કર્યું હતું. પરંતુ અચાનક 8 જાન્યુઆરીની સવારે 12.30 કલાકે તેણીએ ચેકઆઉટ કર્યું હતું. તેની વર્તણૂંક શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સૂચના શેઠના રૂમની તપાસ કરતા તેમાં લોહીના ડાઘા મળી આવ્યા હતા. ત્યાર બાદ ગોવા પોલીસે કેબ ડ્રાઈવરનો સંપર્ક સાધી સૂચના શેઠની ધરપકડ કરી હતી.

કેબ ડ્રાઈવરનું સ્ટેટમેન્ટ સામે આવ્યું
કેબ ડ્રાઈવર રોય જોન ડિસોઝા એ વ્યક્તિ હતી જેની કારમાં આરોપી સુચના શેઠ પોતાના પુત્રના મૃતદેહ સાથે મુસાફરી કરી રહી હતી. ડિસોઝાએ પોલીસની વાત માની હિંમત દાખવતા મહિલા આરોપીની ધરપકડ શક્ય બની હતી. હવે ડ્રાઈવર ડિસોઝાનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે, જેમાં તેણે તે દિવસનો સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો છે.

ડિસોઝાએ કહ્યું કે, ‘ 7 જાન્યુઆરીના રોજ, લગભગ 11 વાગ્યાની આસપાસ, મને કેન્ડોલિમમાં હોટેલ સોલ બનિયાન ગ્રાન્ડેના રિસેપ્શનમાંથી ફોન આવ્યો, જેમાં તેમને શેઠને તાત્કાલિક બેંગલુરુ લઈ જવા કહ્યું. મને બપોરે 12.30 વાગ્યે હોટેલ પહોંચવાનું કહેવામાં આવ્યું અને 30,000 રૂપિયાનું ભાડું નક્કી થયું. મહિલાએ કહ્યું કે તે એકલી મુસાફરી કરી રહી છે અને મને લાલ ટ્રોલી બેગ ડિકીમાં મુકવા કહ્યું. સૂટકેસ ભારે હતી, પરંતુ મેં તેના વિશે વધુ વિચાર્યું ન હતું.’

ટ્રાફિકમાં કાર ફસાઈ છતાં સૂચનાએ ફ્લાઈટમાં જવા ના પાડી
ડ્રાઈવરે કહ્યું, ‘કેબ લગભગ 12.30 વાગ્યે કેન્ડોલિમથી નીકળી અને અમે લગભગ 2.00 વાગ્યે ગોવા-કર્ણાટક બોર્ડર પર ચોરલા ઘાટ પર પહોંચ્યા હતા. ત્યાં એક ટ્રક પલટી ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ચાર કલાક સુધી અમે ફસાયા હતા. મેં સૂચના શેઠને કહ્યું કે ટ્રાફિક અટકી ગયો છે, ચાર-6 કલાક બગડશે. આ સાથે જ બીજા રૂટ પરથી એરપોર્ટ મુકવાની ઓફર કરી. આ સાથે ફ્લાઈટમાં જવાની સલાહ આપી પરંતુ સૂચનાએ ના પાડી દીધી. તેણીએ કહ્યું, ભલે ગમે તેટલો સમય બગડે પરંતુ તે બાયરોડ જશે. મને તે વિચિત્ર લાગ્યું, હું તેની સાથે સંમત થયો.’

કલંગુટ પોલીસનો ફોન આવ્યો અને…
પ્રવાસ દરમિયાન આરોપી સૂચના શેઠ સંપૂર્ણપણે મૌન હતી. મેં ડ્રાઇવિંગ ચાલુ રાખ્યું. સોમવારે સવારે લગભગ 11 વાગ્યે મને કલંગુટ પોલીસ ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો. ઈન્સ્પેક્ટરે મને પૂછ્યું કે હું જે પેસેન્જરને લઈને જઈ રહ્યો હતો તે એકલી છે કે તેની સાથે કોઈ બાળક છે? પોલીસકર્મી કોંકણીમાં વાત કરી રહ્યો હતો. મેં ઈન્સ્પેક્ટરને કહ્યું કે તે એકલી છે. તેણે કહ્યું કે પોલીસને તેના હોટલના રૂમમાં લોહીના ડાઘ મળ્યા હતા અને તેમને તેના પર શંકા હતી. પોલીસવાળાએ કહ્યું કે રસ્તામાં જે પણ પોલીસ સ્ટેશન છે, તમારી કાર તે પોલીસ સ્ટેશન લઈ જા. ત્યાર બાદ હું કર્ણાટકના ચિત્રદુર્ગ પોલીસ સ્ટેશન લઈ ગયો જ્યાં તેની ધરપકડ કરાઈ હતી.

Most Popular

To Top