સુરત: જન્મના માત્ર 17 જ દિવસમાં એક માસૂમ શિશુએ (Child) માતાની હૂંફ ગુમાવી છે. પુત્રના જન્મ (Birth) બાદ સાસરેથી પિયર રહેવા આવેલી પરિણીતાનું 10માં માળેથી નીચે પટકાતા મોત (Death) નિપજ્યું છે. આ દર્દનાક ઘટના સુરતના (Surat) અલથાણ વિસ્તારમાં બની છે, જ્યાં એક ડેન્ટિસ્ટ (Dentist) મહિલાનું અપમૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અલથાણ વિસ્તારમાં પોતાના સાસરેથી પિયર આવેલી ડેન્ટીસ્ટનું બિલ્ડીંગના 10માં માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું હતું. ઘટના આજે મંગળવારે તા. 23 જાન્યુઆરીની વહેલી સવારે બની હતી. મૃતક મુગ્ધાના લગ્ન જયપુરમાં થયા હતા. તેણીએ 17 દિવસ પહેલા જ એક પુત્રને જન્મ આપ્યો હતો. માતાના મૃત્યુથી બાળકએ માતૃછાયા ગુમાવી છે. તેમજ સમગ્ર બનાવથી પરિવારનો શોકમાં ગરકાવ થયો છે.
અલથાણના શ્રી શ્યામ રેસીડેન્સીના 10 માળેથી રહસ્યમય રીતે પટકાયેલી મહિલાનું સ્થળ પર જ મોત નિપજતા પરિવારનો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક મુગ્ધાએ 17 દિવસ પહેલા જ જયપુરમાં બાળકને જન્મ આપ્યો હતો. તેમજ કમુરતા પુરા થતા જ મુગ્ધા બાળકને લઈ સુરત પોતાના પિયરે આવી હતી. દરમિયાન આજે વહેલી સવારે બનેલી ઘટના બાદ અલથાણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે તેમના પરિવારમાં મુગ્ધાનો એક ભાઈ છે અને તે સોફ્ટવેર ઈજનેર છે. તેમની એકની એક દિકરી મુગ્ધા (ઉં.વ.31)ના લગ્ન 7 વર્ષ પહેલા રાજસ્થાનના જયપુરમાં સિવિલ ઈજનેર યુવક મોહિત માડા સાથે થયા હતા. મુગ્ધાને એક 5 વર્ષની દીકરી બાદ 17 દિવસ પહેલા જ પુત્ર પ્રાપ્તિ થઈ હતી.
મુગ્ધા 17 દિવસના પુત્રને લઈ બે દિવસ પહેલા જ પિયર સુરત આવી હતી. દરમિયાન આજે વહેલી સવારે તેણી હોલની ગેલેરીમાંથી 2 ફૂટની પાળી પરથી નીચે પટકાયા બાદ મોતને ભેટી હતી. ઘટનાની જાણ બાદ મુગ્ધાને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ફરરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે મુગ્ધા ડેન્ટિસ્ટ હતી. તેમજ જયપુરમાં ક્લિનિક ચલાવતી હતી. જોકે થોડા વર્ષ પહેલા તેણીની માનસિક બિમારીની દવા પણ ચાલતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ આ બિમારીના કારણે હાલ મુગ્ધા ઊંઘની ગોળીઓ ખાય નિંદર પુરી કરતી હતી. ઘટનાની જાણ તેણીના પતિને કરાતા તેઓ જયપુરની સુરત આવવા નીકળી ગયા છે.