Entertainment

જાણો કપૂર પરિવારના કયા સભ્યએ આલિયા-રણવીરની દીકરીનું શું નામ રાખ્યું ?

નવી દિલ્હી : નવા-નવા માતાપિતા (Mother Father) બનેલા આલિયા (Alia) અને રણવીર કપૂરની (Ranveer Kapoor’s) નાની પ્રિન્સેસના (Little Princess) નામની (Name) જાહેરાત થઇ ચુકી છે. મમ્મી પપ્પાની આ નાનકડી પરીનું સ્વાગત કપૂર પરિવારમાં પણ જોરદાર કરવામાં આવી રહ્યું છે. પરિવારમાં ખુશીનો માહોલ પણ ક્લાઉડ 9 ઉપર છે. બીજી તરફ માતા પિતા બન્યાના નવા-નવા આ સફરને રણવીર અને આલિયા ખુબ એન્જોય કરી રહ્યા છે.કપૂર ખાનદાન હોઈ એટલે ચર્ચાઓતો આપોઆપ જ જોડાઈ જાય છે હવે આ નાનકડી પ્રિન્સેસના નામને લઇને તેમના ફેન ફોલોઅર્સ પણ ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રાહા કપૂર રાખવામાં આવ્યું છે નામ
દીકરીનું નામ કયું હોય અને કેટલું ખાસ હોઈ તેના વિચાર વિમર્શમાં બે અઠવાડિયાનો સમય લાગી ગયો છે.કેમ નહિ ખાસ તો હોય જ ને આખેર મામલો કપૂર ફીમેલીનો છે. આ વાતને લઈને આલિયાએ કહ્યું હતું કે આપણે આપણી આ લિટલ એંજલના નામ માટે કોઈ જલ્દબાજી નથી કરવી.અને છેલ્લે દરેકના સજેશનને વેલકમ કર્યા બાદ તેઓ એક નિષ્કર્ષ ઉપર આવ્યા હતા. અને રણવીર આલિયાને તેનમી પ્રિન્સેસનું નામ ‘રાહા કપૂર’ નક્કી કર્યું છે.આ નામને આલિયાએ ઇન્સ્ટા ગ્રામ ઉપર પણ જાહેર કર્યું છે. વધુ માં આલિયા જણાવે છે આ સ્પેશિયલ નામ તેની દાદી નીતુ કપૂરે રાખ્યું છે.

નામના અલગ અલગ અર્થ થાય છે : આલિયા
નામની જાહેરાતની પોસ્ટ શેર કરતા આલિયાએ લખ્યું હતું કે, આ નામ રાહા તેની સમજદાર અને અદ્ભુત દાદી દ્વારા પસંદ કરવામાં આવ્યું છે. રાહા નામના ઘણા સુંદર અર્થ છે. રાહાનો અર્થ ખરેખર દૈવીય માર્ગ છે. સ્વાહિલીમાં તેનો અર્થ ખુશ એવો થાય છે. સંસ્કૃતમાં રાહાનો અર્થ જે વંશમાં વધારો કરે છે તેવો થાય છે. બંગાળીમાં આરામ, કમ્ફર્ટ,રાહત તેવો થાય છે. જ્યારે અરબીમાં તેનો અર્થ શાંતિ થાય છે. આ નામનો અર્થ સુખ, સ્વતંત્રતા અને આનંદ પણ છે.

Most Popular

To Top