મધર ડેરીએ ફુલ ક્રીમ અને ટોકન મિલ્કના ભાવમાં વધારો કર્યો – Gujaratmitra Daily Newspaper

National

મધર ડેરીએ ફુલ ક્રીમ અને ટોકન મિલ્કના ભાવમાં વધારો કર્યો

નવી દિલ્હી: (New Delhi) મધર ડેરીએ (Mother Dairy) દિલ્હી-એનસીઆરમાં તેના દૂધના ભાવમાં (Milk Prices) વધારો કર્યો છે. તેના ફુલ ક્રીમ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 1 અને ટોકન દૂધમાં રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. આ કિંમતો સોમવારથી લાગુ થશે. એટલે કે હવે ફુલ ક્રીમ દૂધ (Full Cream Milk) 63 રૂપિયા પ્રતિ લીટરને બદલે 64 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. બીજી તરફ ટોકનાઇઝ્ડ દૂધ (Tokenized Milk) 48 રૂપિયા પ્રતિ લીટરને બદલે 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. 500 મિલી પેક દીઠ ફુલ ક્રીમ મિલ્કની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઓક્ટોબરમાં પણ દૂધના ભાવમાં વધારો થયો હતો
મધર ડેરીએ ઓક્ટોબરમાં પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. નવા દરો 16 ઓક્ટોબર 2022ની રાતથી લાગુ કરવામાં આવ્યા હતા. મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફક્ત ફુલ ક્રીમ અને ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે કેટલાક રાજ્યોમાં ઘાસચારાના ભાવમાં વધારો અને વરસાદની અછતને કારણે ડેરી ઉદ્યોગ કાચા દૂધના ભાવમાં સતત વધારો અનુભવી રહ્યો છે. જેને કારણે ફુલ ક્રીમ અને ગાયના દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

દૂધની માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત
દૂધના ભાવમાં વધારો ઘરગથ્થુ બજેટને અસર કરશે કારણ કે આ સમયે ખાદ્ય ફુગાવો પહેલેથી જ ઊંચો છે. મધર ડેરીએ ભાવમાં વધારાનું કારણ એ છે કે ડેરીએ ખેડૂતો પાસેથી કાચા દૂધની ખરીદીના ખર્ચમાં વધારો કર્યો છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે ડેરી ઉદ્યોગમાં દૂધની માંગ-પુરવઠામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે ચારાના વધતા ખર્ચ અને અનિયમિત ચોમાસાને કારણે કાચા દૂધની ઉપલબ્ધતા પર અસર પડી છે. મધર ડેરીએ કહ્યું કે આ સિવાય પ્રોસેસ્ડ દૂધની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહેવારોની મોસમ પછી પણ માંગ-પુરવઠાના તફાવતને કારણે કાચા દૂધના ભાવમાં વધારો થયો છે.

આ છે નવા ભાવ
મધર ડેરીના પ્રવક્તાએ કહ્યું કે ફુલ ક્રીમ દૂધની કિંમત 63 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 64 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. ટોકન દૂધની કિંમત 48 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 50 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

આ રીતે મધર ડેરીએ આ વર્ષે ચોથી વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરી દિલ્હી એનસીઆરમાં સૌથી મોટી દૂધ સપ્લાયર પૈકીની એક છે. અહીં દરરોજ 30 લાખ લિટરનો વપરાશ થાય છે. મધર ડેરીએ ફુલ ક્રીમ મિલ્કની કિંમતમાં 1 રૂપિયાનો વધારો કરીને 64 રૂપિયા પ્રતિ લીટર કર્યો છે. કંપનીના પ્રવક્તાએ આ જાણકારી આપી. જો કે કંપનીએ 500 ml (અડધો કિલો) પેકમાં ફુલ ક્રીમ દૂધની કિંમતમાં વધારો કર્યો નથી.

Most Popular

To Top