Charchapatra

માતા આવી- જાગૃતિ લાવી

શીર્ષક વાંચી મને એક સદી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આદિવાસીઓમાં ચાલેલા એક દેવી આંદોલનની યાદ આવી ગઇ. 1922ના અરસામાં આદિવાસી વિસ્તારોમાં ઇરાની જમીનદારો વિરુધ્ધ એક આંદોલન થઇ ગયું. આ આંદોલનનો અભ્યાસ ઇંગ્લેન્ડની વોરવીકસ યુનિ.ના પ્રોફે. ડેવીડ હાર્ડીમને ઇ.સ. 1981-82માં કર્યો અને પુસ્તક ધ કમિંગ ઓફ ધ દેવી લખ્યું જેનો અનુવાદ વ્યારાના પ્રોફે. શાંતિભાઇ મેરાઇએ કર્યો અને આ પુરુષાર્થ બદલ અમારી સંસ્થાએ શાંતિ મેરાઇનું બહુમાન 13.3.21ના રોજ કર્યું હતું.

એ પુસ્તકમાં આદિવાસી જનતામાં પ્રવર્તતા દારૂ, બિનશાકાહારી ખોરાક, પારસી જમીનદારો અને વ્યાજખોરો સામે સામાન્ય જનતામાંથી અવાજ ઊઠયો અને તે અવાજ સલાબાઇ નામની દેવીની પૂજામાં પરિણમ્યો. આમાં ગામે ગામ સવારી ફરતી અને ગામની કોઇ વ્યકિત દેવીની પકડમાં આવી જતાં ધૂણવા લાગતી અને આદિવાસી સમાજમાં સુધારા લાવવા દેવી આજ્ઞાઓ આપતી. એ જમાનામાં પારસી જમીનદારો આદિવાસીઓમાં ઘણાં અપ્રિય થઇ ગયેલા હોઇ તેમના દારૂ તાડીના પીઠામાં ન જવા તેમજ પારસીઓને ત્યાં નોકરી પણ ન કરવાના આદેશ આ દેવી આપતી. આ આંદોલને આદિવાસીઓમાં જબરજસ્ત જાગૃતિ લાવી દીધેલી અને ચમત્કારિક રીતે આદિવાસીઓ પારસીઓ વિરુધ્ધ એકત્રિત થઇ ગયેલા.
સુરત     – ભરત પંડયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મેડીકલ કેમ્પની જરૂરિયાત
આજના પ્રગતિશીલ યુગમાં વ્યકિત તેના વ્યવસાયી નોકરી, પરિવાર ફરજ વિ.માં અતિ વ્યસ્ત રહેતો હોય છે. આથી તેની પાસે પોતાની જાતની કાળજી હેલ્થ કેર લેવા ઝાઝો સમય નથી રહેતો અને આ બિનકાળજી ભવિષ્યમાં મહાબિમારીનો ભોગ બની જાય છે. આને ધ્યાનમાં લઇ મારા મતે જુદી જુદી સામાજિક સંસ્થાઓ/હોસ્પિટલ હેલ્થ અવરનેસ કેમ્પ તથા આઇ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છે જે તેમની સંસ્થાનો સેવાકીય અભિગમ તથા હેલ્થ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો જ રહે છે. આ કેમ્પો દ્વારા અપાતી ટીપ્સ વ્યકિતને સશકત રાખવા ઉપયોગી બની રહેતી હોય છે. આવા આયોજીત મેડીકલ કેમ્પમાં પ્રજાજનો લાભ લે તો તેઓને જ લાભદાયી નિવડી શકે છે અને ખર્ચાળ મેડીકલ મોટા ઓપરેશનમાંથી બચી શકે છે.
સુરત – દીપક બંકુલાલ દલાલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top