આણંદ : આણંદના જ એક ફ્લેટમાં રહેતા પરિવારમાં માતા – પુત્રીએ પોતાની જાતને જાતે જ ઘરમાં કેદ કરી લીધાં હતાં. છેલ્લા એક વર્ષથી ફ્લેટમાં માતા – પુત્રી દેખાયાં નહતાં. જેના કારણે પડોશીઓને શંકા ગઇ હતી. આ અંગે તેઓએ અભયમને જાણ કરતાં ટીમ ઘર પર પહોંચી હતી. જોકે, તેમને પણ થોડા સમય માટે માતા – પુત્રીએ કોઇ જવાબો ન આપતાં બે કલાકની જહેમત બાદ તેમને બહાર લાવવામાં સફળતા મળી હતી.
આણંદના એક ફ્લેટમાં રહેતા પરીવારની માતા અને દિકરી લાંબા સમયથી જોવા માળતા નહતાં. આથી, અભયમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી પુછપરછ કરતા યુવતીએ વર્ષ પહેલા કરેલા આત્મહત્યાની કોશિષ કરતાં પરિવારજનોએ સમાજના ડરથી ઘરમાં પુરાઇ રહ્યાં હતાં. આ અંગે અજાણ્યા શખસે અભયને જાણ કરી હતી કે, અમારી નજીકમાં રહેતા પરીવારની પુત્રી અને માતા છેલ્લા એક વર્ષથી બહાર નીકળ્યા નથી. છેલ્લી હોળી પછી તે જોવા મળ્યાં નથી.
આ બાબતની ગંભીરતાથી નોંધ લઇ અભયમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી પુછપરછ કરતા આશ્ચર્યનજક વાત જાણવા મળી હતી. અભયમની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક વર્ષ પહેલા પરીવાર દ્વારા મળેલા નજીવી બાબતે ઠપકાના કારણે 22 વર્ષિય યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે સમાજના ડરે પરીવારે પોતાની જાતે જ કેદી બનાવી દિધા હતા. જેમાં પણ માતા અને યુવતી એક વર્ષથી બીલકુલ ઘરની બહાર નીકળ્યા ન હતા. ઘરમાં પણ ચારે બાજુ નેટ લગાવી દરેક બારી બારણા બંધ કરી દેવામાં આવ્યા હતા. ઘરમાં ગોંધાઇ રહેવાના કારણે યુવતીની માનસિક હાલત પર પણ અસર પડી હતી. યુવતીની માતા અંધશ્રધ્ધામાં માનતી હોવાથી ઘરે ભુવાને બોલાવતી હતી. આખરે અભયમ દ્વારા બે કલાક સુધી કાઉન્સિલીંગ કરી યુવતી અને માતાને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા.
આણંદમાં સગા પુત્ર પ્રોપર્ટી માટે જનેતાના વેરી બન્યા
આણંદ જિલ્લામાં રહેતા સાસુ અને વિધવા પુત્રવધુ અને બીજા બે દિકરાના પરીવાર સાથે રહેતાં હતાં. દરમિયાન પુત્રવધુ અને દિકરા દ્વારા સગ્ગી માને મકાન મેળવવા ત્રાસ આપવામાં આવતો હતો. વૃદ્ધા મજુરી કરીને પોતાનું અને વિધવા પુત્રવધુના ઘરનું ગુજરાન ચલાવતી હતી. જોકે, એક દિવસ ઝગડો થતા વૃદ્ધાને ઘરની બહાર કાઢી મુકવામાં આવતા તેણીએ અભયમને જાણ કરી હતી. આણંદ અભયમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી કાઉન્સિલીંગ કરી વૃદ્ધાને ઘરમાં પાછા મોકલ્યા હતા.