Gujarat

મોટેરા: ‘નરેન્દ્ર મોદી’ ક્રિકેટ સ્ટેડિમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ધાટન

ગાંધીનગર (Gandhinagar): અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ -મોટેરા સ્ટેડિયમનું (Motera Stadium) ઉદધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના (President Ramnath Kovind) હસ્તે કરવામાં આવ્યું છે. મોટેરામાં સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ ઉદ્ઘાટન પ્રસંગમાં ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) પણ હાજર છે.

જણાવી દઇએ કે મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ખેલમંત્રી કિરણ રિજ્જુ (Kiren Rijiju) અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજ્યની બે દિવસની મુલાકાતે છે. બુધવારે રાષ્ટ્પતિ કોવિંદે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન અને સરદાર વલ્લભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું (Sardar Patel Sports Enclave) ભૂમિપૂજન કર્યુ હતુ. નોંધનીય છે કે ગત ફેબુ્રઆરીમાંઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ‘નમસ્તે ટ્રમ્પ’ (Namste Tump) કાર્યક્રમ પણ મોટેરા સ્ટેડિયમમાં જ થયો હતો.

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી, 24 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરુ થશે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. નવું સ્ટેડિયમ બન્યા બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ચોથી ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટડિયમમાં રમાશે અને તે બાદ બંને ટીમો અહીં પાંચ વન-ડે મેચ પણ રમશે.

જણાવી દઇએ કે મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નામે રાખવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે આ સ્ટેડિયમ સાથે અમદાવાદને દેશમાં સ્પોર્ટસ સિટી તરીકે વિકસાવવાની યોજના છે. આ સ્ટેડિયમમાં વિશ્વનું અગ્રતમ મિડીયા રૂમ છે. તેમણે કહ્યુ કે વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમદાવાદમાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું સપનું જોયુ હતુ.

મોટેરા સ્ટેડિયમની ખાસિયત :

વિશ્વાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ- મોટેરા, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની વાત કરીએ તો આ સ્ટેડિયમમાં એક પણ પીલર નથી. આ એક ઝીરો પીલર સ્ટેડિયમ છે. અહીં માત્ર અડડધો કલાકમાં ગ્રાઉન્ડ કોરું કેર તેવી ડ્રેનેજ સિસ્ટમ છે. આ સ્ટેડિયમમાં ખેલાડીઓ રમે ત્યારે પડછાયો ન પડે તેવી LED લાઇટ્સ છે. મોટેરા સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનાવાયુ છે. કુલ 63 એકરમાં પથરાયેલા મોટેરા સ્ટેડિયમમાં 1.32 લાખ બેઠકો છે. 11 મલ્ટીપલ પીચ છે. 76 AC કોર્પોરેટ બોક્સ છે. અત્યાધુનિક કલ્બ હાઉસ છે. આટલું જ નહીં અહીં 10,000 જેટલા ટુ-વ્હીલર અને 3 હજાર ફોર વ્હીલર પાર્ક કરી શકાય એટલુ મોટુ પાર્કિંગ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top