World

આ છે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ, ભારતને મળ્યું 82મું સ્થાન

નવી દિલ્હી: દુનિયાભરના પાવરફુલ પાસપોર્ટનું (Passport) લેટેસ્ટ લિસ્ટ બુધવારે જાહેર થઇ ચુક્યું છે, જેમાં સિંગાપોરે તમામ દેશોને હરાવીને જીત મેળવી છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના તાજેતરના અહેવાલમાં સિંગાપોરના પાસપોર્ટને સૌથી શક્તિશાળી ગણાવવામાં આવ્યો છે, કારણ કે સિંગાપોરના નાગરિકો 227માંથી 195 સ્થળોએ વિઝા વિના પ્રવેશ કરી શકે છે.

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2024ના ડેટા મુજબ ભારતના પાસપોર્ટે વર્ષ 2024માં 82મું સ્થાન મેળવ્યુ છે. જે વર્ષ 2023ની સરખામણીમાં 2 પોઈન્ટ પાછળ છે. ભારતીય પાસપોર્ટથી 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી થઈ શકે છે. તેમજ ગત વર્ષની રેન્કિંગ મુજબ ભારતીય પાસપોર્ટથી વિઝા વિના 61 દેશોમાં એન્ટ્રી મેળવી શકાતી હતી. આમ, કહી શકાય છે કે આ વર્ષે ભારતે આ લીસ્ટમાં સારું પ્રદર્શન કર્યું નથી.

લીસ્ટમાં જાહેર થયેલા ડેટા મુજબ પાડોશી દેશ પાકિસ્તાનના પાસપોર્ટ પર વિઝા વગર માત્ર 33 દેશોની મુલાકાત લઈ શકાય છે. વર્ષ 2023માં પાકિસ્તાની પાસપોર્ટ 106માં નંબર પર હતો, જે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના તાજેતરના રિપોર્ટમાં 100માં સ્થાને છે. ગયા વર્ષે આ પાસપોર્ટથી નાગરિકોને 32 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી શકતી હતી.

પાસપોર્ટ યાદીના ટોપ 10 દેશો
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સિંગાપોર 195 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી સાથે ટોચ પર છે.

  • 192 સ્થળો – ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, સ્પેન
  • 191 સ્થળો – ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન
  • 190 સ્થળો – બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ અને યુકે
  • 189 સ્થળો- ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ
  • 188 સ્થળો- ગ્રીસ, પોલેન્ડ
  • 187 સ્થળો- કેનેડા, ચકિયા, હંગેરી, માલ્ટા
  • 186 સ્થળો-યુનાઈટેડ સ્ટેટ્સ
  • 185 સ્થળો-એસ્ટોનિયા, લિથુઆનિયા, સંયુક્ત આરબ અમીરાત
  • 184 સ્થળો- આઇસલેન્ડ, લાતવિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા

ભારતીય પાસપોર્ટ ધારકો આ 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે
ભારતીય પાસપોર્ટ ધારકો 58 દેશોમાં વિઝાની મુશ્કેલી વિના મુસાફરી કરી શકશે. આ દેશોની મુલાકાત લેવા માટે કોઈપણ પ્રકારના વિઝાની જરૂર પડશે નહીં.

આ દેશોમાં અંગોલા, બાર્બાડોસ, ભૂટાન, બોલિવિયા, બ્રિટિશ વર્જિન ટાપુઓ, બુરુન્ડી, કંબોડિયા, કેપ વર્ડે ટાપુઓ, કોમોરો ટાપુઓ, કૂક ટાપુઓ, જીબુટી, ડોમિનિકા, ઇથોપિયા, ફિજી, ગ્રેનાડા, ગિની-બિસાઉ, હૈતી, ઇન્ડોનેશિયા, ઈરાન, જમૈકા, જોર્ડન, કઝાકિસ્તાન, કેન્યા, કિરીબાતી, લાઓસ, મકાઉ, (અમૂર્ત ચીન), મેડાગાસ્કર, મલેશિયા, માલદીવ્સ, માર્શલ ટાપુઓ, મોરેશિયસ, માઇક્રોનેશિયા, મોન્ટસેરાત, મોઝામ્બિક, મ્યાનમાર, નેપાળ, નિયુ, પલાઉ ટાપુઓ, કતાર, રવાંડા , સમોઆ, સેનેગલ, સેશેલ્સ, સિએરા લિયોન, સોમાલિયા, શ્રીલંકા, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ, તાંઝાનિયા, થાઈલેન્ડ, તિમોર-લેસ્ટે, ત્રિનિદાદ અને ટોબેગો, ટ્યુનિશિયા, તુવાલુ, વનુઆતુ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.

Most Popular

To Top