National

આ મહિને દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદની આગાહી

હવામાન ખાતાની આગાહીને ખોટી ઠરાવતા ઓગસ્ટ મહિનામાં દેશમાં 24 ટકા ઓછો વરસાદ પડયો હતો, પણ તાજા આગાહી મુજબ એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં મધ્ય ભારતના કેટલાંક ભાગોમાં સામાન્ય કરતા વધુથી સામાન્ય વરસાદ પડી શકે છે, એમ ભારતીય હવામાન ખાતાના (આઈએમડી) ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ બુધવારે કહ્યુ હતું. આઈએમડીએ સીઝન માટે વરસાદની સમગ્ર આગાહી પણ કરી હતી અને તે સામાન્ય વરસાદના નીચલા છેડાની આસપાસ રહેશે, એમ તેમણે ઉમેર્યુ હતું.

‘સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં માસિક વરસાદ સામાન્ય કરતા વધુ પડે તેવી શક્યતા છે (લોંગ પીરીયડ એવરેજના 110 ટકાથી વધુ), એમ આઈએમડીએ કહ્યુ હતું. મોહપાત્રાએ કહ્યુ હતું ‘અત્યારે 9 ટકા ઓછો વરસાદ પડયો છે અને સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ પડતા આ ઘટ ઓછી થશે તેવી અપેક્ષા છે.’ હવામાન ખાતા મુજબ જુલાઈમાં 7 ટકા ઓછો વરસાદ હતો જ્યારે જૂનમાં 10 ટકા વધુ વરસાદ પડયો હતો. દેશમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતા 24 ટકા ઓછો વરસાદ પડયો હતો, પણ સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની અપેક્ષા છે, એમ હવામાન ખાતાએ પોતાની માસિક આગાહીમાં કહ્યુ હતું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે ઓગસ્ટ મહિનાની આગાહી કેમ ખોટી પડી મોહમાત્રાએ કહ્યુ હતું તે મહિનામાં નકારાત્મક ઈન્ડિયન ઓશન ડિપોલ સ્થિતિ બની હતી જે ભારતીય ચોમાસા માટે સહાયક નથી. મોહપાત્રાએ કહ્યુ હતું ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતમાં અને દક્ષિણ ભારતના દક્ષિણ ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે કહ્યુ હતું વૈશ્વિક મોડલ આગાહી સંકેત આપે છે કે પ્રચલિત એનસો (અલ નિનો) સ્થિતિ પ્રશાંત મહાસાગરમાં ચાલુ રહેશે અને નેગેટીવ ઈન્ડિયન ઓશન ડિપોલ સ્થિતિ સપ્ટેમ્બર મહિનામાં હિંદ મહાસાગર પર ચાલુ રહે તેવી શક્યતા છે.

Most Popular

To Top