તા. 5-1-21ના ‘‘ગુજરાતમિત્ર’’ની ‘‘આસપાસ ચોપાસ’’ પૂર્તિમાં ‘‘વિશ્વનું સૌથી હિંસક પ્રાણી’’ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વિભાગમાં શ્રી ઈન્તેખાબ અનસારીનું ચર્ચાપત્ર વાંચીએ વિષય પર વધુ પ્રકાશ પાડવા લખવાનું મન થયું. મારી દૃષ્ટિએ મનુષ્ય સૌથી વધુ ઝેરીલું અને ઈર્ષાળુ પ્રાણી પણ છે એનું એક ઉદાહરણ ‘‘મેડ ડોગ’’ – ‘‘હડકાયું કૂતરું’’ નામની એક અંગ્રેજી કવિતામાં હડકાયું કૂતરું માણસને કરડયું અને કૂતરું પોતે જ મૃત્યુ પામ્યું.
એનો અર્થ એ કે માણસ હડકાયા કૂતરા કરતાં પણ વધુ ઝેરીલો છે. મનુષ્ય ઈર્ષાળુ પણ વધુ છે. બીજાનું સારું થતું હોય તે જોઈ શકતો નથી. તે બીજા કરતાં પોતે વધુ મહાન છે એવું વિચારે છે અને એમાંથી જ વેરઝેરના બીજ વવાય છે. એની પાસે જે છે તેનાથી એને સંતોષ નથી અને તે જે નથી તેને પ્રાપ્ત કરવા દોડધામ કરે છે તે પોતાની પાસે જે છે તેનો આનંદ માણી શકતો નથી અને એના કારણે એ વધુ દુ:ખી થાય છે એ નિ:શંક છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.