સુરત શહેરમાં 23 જૂનની વહેલી સવારે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી નોંધાઈ છે. છેલ્લા ચાર કલાકમાં શહેરમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતા પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન ખોરવાયું છે. વરસાદના કારણે ટ્રાફિક અવરોધ, પાર્ક કરેલા વાહનો ડૂબી જવા જેવી ઘટનાઓ સામે આવી રહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે. આજે અને આવનારા બે દિવસ માટે રાજ્યના અનેક વિસ્તારમાં યેલો અને ઑરેન્જ એલર્ટ જારી કરાયું છે.
આજે (23 જૂન): યેલો એલર્ટ: આજે ગુજરાતના અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
24 જૂન: ઓરેન્જ-યેલો એલર્ટ: 24મી જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ પવનસહિત મેઘગર્જન અને ધોધમાર વરસાદની આગાહી છે. ઑરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ યેલો એલર્ટ: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ
25 જૂન: ઓરેન્જ-યેલો એલર્ટ: 25મી જૂનના રોજ પણ ભારે વરસાદની આગાહી યથાવત છે.ઑરેન્જ એલર્ટ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી યેલો એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ
આગામી દિવસો માટે ચેતવણી: તા.26 થી તા.28 જૂન દરમિયાન રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રાજ્યના નાગરિકોને સાવચેત રહેવાની અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
નાગરિકોને જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન જવાની, નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવાની અને વિજળી પડવાની સ્થિતિમાં ખુલ્લા મેદાન કે વૃક્ષ નીચે શરણ ન લેવા વિનંતી કરવામાં આવી છે.