વડોદરા : યુક્રેનમાં ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓની વતન વાપસીની શરૂઆત થઈ ગઈ છે મોડીરાતે વડોદરાના 6થી વધુ વિદ્યાર્થીઓ સાથે ભારતભરના 450જેટલા વિદ્યાર્થીઓ હેમખેમ મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા વિદ્યાર્થીઓ સલામત પરત આવતા જ વડોદરામાં રહેતા તેમના પરિવારજનોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી. યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે વડોદરાના 300 થી પણ વધુ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા મોટા ભાગના વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ અર્થે ગયા હતા જેને પગલે વડોદરામાં રહેતા તેના પરિવારજનો ભારે ચિંતાતુર થઇ ગયા હતા ઇન્ડિયન એમ્બેસીની સાથે સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને પણ બાળકો જલ્દીથી વતન પરત આવે તે માટે રજૂઆત કરી હતી ભારત સરકાર દ્વારા ફસાયેલા વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરવાની શરૂઆત સાથે જ મોડીરાત સુધી લગભગ 450 જેટલા વિદ્યાર્થીઓને ભારત લાવવામાં સરકાર સફળ રહી હતી.
આ વિદ્યાર્થીઓમાં વડોદરાના છ થી વધુ વિદ્યાર્થીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે વડોદરાની વિદ્યાર્થીની અનુષ્કા અમીન અર્પિતા જયસ્વાલ નિહારિકા શાહ આસ્થા સુથાર સહિત વિદ્યાર્થીઓ પરત આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓને પણ લાવવા માટે સરકારના વિમાનો રોમાનિયા,પોલેન્ડ હંગેરી સહિત યુક્રેનના અડીને આવેલ સરહદો પરથી ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે પણ સરકારના વિમાનો ઉડશે ત્યારે વડોદરાના અનેક વિદ્યાર્થીઓ રુમાનિયા,પોલેન્ડની સરહદ પર પહોંચી રહ્યા છે જેઓ એકાદ-બે દિવસમાં સલામત રીતે ભારત અને વડોદરા આવી પહોંચે તેમ મનાય છે વડોદરાના વિદ્યાર્થીઓની સુખરૂપ વતન વાપસીની શરૂઆત થતાં પરિવારજનોમા હર્ષની લાગણી ફેલાઇ ગઇ છે પોતાના બાળકને વેલકમ કરવા માટે પરિવારજનો વિવિધ આયોજનોની તૈયારીમાં લાગી ગયા છે જોકે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે અને બૉમ્બમારા વચ્ચે જીવ બચાવવા માટે ભારે દોડધામ કરી રહ્યા છે.
પ્રેરણા સાથે સંપર્ક તૂટતાં પરિવાર ચિંતાતુર
સમા³³ની પ્રેરણા ગુપ્તા શુક્રવારે રોમાનિયા બોર્ડર પર પહોંચી હતી જોકે ત્યારબાદ પ્રેરણા ગુપ્તાનો સંપર્ક તૂટી ગયો છે તેનો સંપર્ક ન થતા પરિવારજનો ટેન્શનમાં આવી ગયા છે પ્રેરણા ક્યારે આવશે કયા આવશે તેની ચિંતા કોરી ખાય છે.
જીવ બચાવવા બંકરમાં રાત વિતાવી
વડોદરાનો વિદ્યાર્થી યશ પટેલ યુક્રેનમાં ફસાયો છે જે શુક્રવારના રોજ પોતાના અન્ય સાથી વિદ્યાર્થીઓ સાથે રોમાનિયા સરહદ પર જવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા અને બસની વ્યવસ્થા પણ કરી લીધી હતી જોકે આ દરમિયાન ફાયરીંગ શરુ થતા જ યશ પટેલ સહિતના વિદ્યાર્થીઓ જીવ બચાવવા બંકરમા જતા રહ્યા હતા વિદ્યાર્થીઓએ ભયના ઓથાર હેઠળ બંકરમાં રાત વીતાવી હતી પરંતુ વિદ્યાર્થીની સવાર સારી રહી હતી યશ પટેલ સહિતના વિદ્યાર્થીઓ બસ મારફતે રોમાનિયા સરહદ પર પોહચવા રવાના થયા હતા અને ત્યાંથી તેમની વતન વાપસી થશે.
15 મિનિટે બોમ્બ ધડાકા સંભળાય છે
વડોદરાના મકરપુરા વિસ્તારની કોમલ રાવલ યુક્રેનના કીવ માં ફસાઈ ગઈ છે કોમલ રાવલનો 2 મિનીટ 50સેકન્ડનો એક વીડિયો સામે આવ્યો છે જે કાળજુ કંપાવી મૂકે તેવો છે કિવમાં ફસાયેલી વડોદરાની કોમલ રાવલે વીડિયોમાં કહ્યું છે કે ત્રીજા દિવસે યુદ્ધની સ્થિતિ ખૂબ જ ડરાવની છે 15 મિનિટમાં મિસાઈલ અથવા બોમ્બના ધડાકા સંભળાય છે રાત કેમ નીકળશે તેની ખબર નથી મારા બધા જ મિત્રો જતા રહ્યા છે ડુસકા ભરીને રડતી કોમલ હિંમત હારી ગઇ હોય તેમ લાગે છે કિવની સ્થિતિથી ખૂબ ભયભીત હોવા છતાંય કોમલે પરિવારને ટેન્શન ન લેવા અપીલ કરી હતી