National

ભારત બંધનાં પગલે દેશભરની 500થી વધુ ટ્રેનો રદ, રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા

નવી દિલ્હી(New Delhi): અગ્નિપથ યોજના(Agnipath Scheme)ના વિરોધ(Protest)માં આજે ભારત(India) બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે આરપીએફ(RPF) અને જીઆરપી(GRP)ની ટુકડીઓને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે. હાલમાં જ આ યોજનાને પગલે બનેલી હિંસક ઘટનાઓ બાદ આરપીએફ અને જીઆરપી ઘણી તકેદારી રાખી રહ્યા છે. બિહાર(Bihar)ના 20 જિલ્લામાં ઈન્ટરનેટ(Internet) સેવા બંધ(Off) કરી દેવામાં આવી છે. તેમજ યુપી, હરિયાણા, બંગાળ અને અન્ય રાજ્યોમાં પણ પોલીસ વહીવટીતંત્ર એલર્ટ છે. અગ્નિપથ યોજનાની જાહેરાત બાદથી પ્રદર્શનના નામે હિંસક ઘટનાઓને બની રહી છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં અનેક ટ્રેનો, બસો અને વાહનોમાં તોડફોડ કરી છે અને આગ લગાવી દીધી છે. ભારત બંધને ધ્યાનમાં રાખીને આજે ઝારખંડમાં તમામ શાળાઓ બંધ છે.

અગ્નિપથ યોજના અને ભારત બંધ પરના હોબાળા વચ્ચે રેલવે ટ્રાફિકને અસર થઈ છે. અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વેએ વિવિધ ઝોનમાં દેશભરમાં અનેક ટ્રેનો રદ કરી છે. જેમાં પેસેન્જર અને એક્સપ્રેસ સહિત કુલ 539 ટ્રેનોના પૈડા આજે સોમવાર એટલે કે 20 જૂને થંભી ગયા છે. તેમજ સુરક્ષાના સંદર્ભમાં, RPF કમાન્ડો નવી દિલ્હી રેલ્વે સ્ટેશન સહિત વિવિધ સ્થળોએ તૈનાત છે.

રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા વધારાઈ
અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રદર્શનકારીઓએ રેલ્વેને નિશાન બનાવી હતી. બિહાર સહિત દેશના ઘણા ભાગોમાં ટ્રેનોને આગ ચાંપવામાં આવી હતી, તેમજ સ્ટેશનો પર તોડફોડની ઘટનાઓ પણ બની હતી. આવી સ્થિતિમાં સોમવારના રોજ ભારત બંધ દરમિયાન રેલવેએ સાવચેતીના ભાગરૂપે રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારી દીધી છે. તેમજ અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે.

ટ્રેન રદ થતા મુસાફરો અટવાયા
નવી દિલ્હી સહિત અનેક રેલવે સ્ટેશનો પર મુસાફરો ફસાયેલા છે. બિહારના નાલંદા જિલ્લાનો રહેવાસી રાહુલ 3 દિવસથી તેના પરિવાર સાથે રેલ્વે સ્ટેશન પર રહ્યો છે, કારણ કે તેણે જે ટ્રેનમાં મુસાફરી કરવી છે તે છેલ્લા 3 દિવસથી દરરોજ રદ થઈ રહી છે. મધ્યપ્રદેશ પોલીસ, આરપીએફ, જીઆરપીની સાથે રેલ રક્ષા સમિતિના લોકોને પણ ભોપાલ રેલવે સ્ટેશન પર તૈનાત કરવામાં આવ્યા છે.

આટલી ટ્રેનો રદ કરાઈ
ભારતીય રેલ્વે અનુસાર, અગ્નિપથ પર હંગામાને કારણે, આજે સવારે 8 વાગ્યા સુધીના અપડેટ અનુસાર, દેશભરમાં એક દિવસમાં 539 ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં 181 મેલ એક્સપ્રેસ અને 348 પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે 4 મેલ એક્સપ્રેસ અને 6 પેસેન્જર ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર, આજે એટલે કે 20 જૂને દિલ્હીની 71 ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

Most Popular

To Top