National

22 જાન્યુઆરીએ 100 થી વધુ ચાર્ટર્ડ પ્લેન અયોધ્યામાં ઉતરશે, 8 હજારથી વધુ VVIP મહેમાનો પધારશે

અયોધ્યા(Ayodhya): પ્રભુ શ્રી રામ (ShriRam) 500 વર્ષ લાંબો વનવાસ પુરો કરી ફરી અયોધ્યામાં પધારી રહ્યાં છે. આ અલૌકિક ઘટનાના સાક્ષી બનવા માટે દેશ વિદેશથી મહેમાનો 22મી જાન્યુઆરીએ અયોધ્યા પધારવાના છે. કોમર્શિયલ ફ્લાઈટ્સ સિવાય 22 જાન્યુઆરીએ 100થી વધુ ચાર્ટર્ડ પ્લેન (Plane) દ્વારા 8000થી વધુ મહેમાનો અયોધ્યા આવશે. જેમાં દેશ ઉપરાંત વિદેશના 8000થી વધુ વીવીઆઈપી (VVIP) આવનારા મહેમાનો (Guests) સામેલ છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ રામ મંદિર અભિષેક સમારોહ માટે 100 ચાર્ટર્ડ ફ્લાઇટ્સ અયોધ્યા એરપોર્ટ પર ઉતરવાની અપેક્ષા છે. તેઓ અયોધ્યાથી અમદાવાદ ફ્લાઈટના ઉદ્ઘાટન માટે ઈન્ડિગો દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સમારોહમાં બોલી રહ્યા હતા.

અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે કર્યું હતું. કોમર્શિયલ ફ્લાઈટ્સ સિવાય 22 જાન્યુઆરીએ 100થી વધુ ચાર્ટર્ડ પ્લેન દ્વારા 8000થી વધુ મહેમાનો અયોધ્યા આવશે. જેમાં દેશ ઉપરાંત વિદેશથી પણ આવનારા મહેમાનો સામેલ છે. ભારત અને વિદેશના 40 થી વધુ VVIP મહેમાનો પ્લેન દ્વારા અયોધ્યા આવવા માંગે છે, જે માટે તેઓએ 21 અને 22 જાન્યુઆરીએ પ્રશાસન પાસે મંજૂરી માંગી છે. રામ લલ્લાના અભિષેક સમારોહમાં 1 લાખથી વધુ લોકો અયોધ્યા આવવાની આશા છે.

આઠ શહેરોના વિમાનો અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે
22મી જાન્યુઆરીએ આઠ શહેરોની કમર્શિયલ અને ચાર્ટર્ડ ફ્લાઇટ્સ અયોધ્યા એરપોર્ટ પર ઉતરવાની સંભાવના છે, જેમાં લખનૌ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, ચેન્નાઈ અને પણજીનો સમાવેશ થાય છે. એરપોર્ટ ડિરેક્ટરે કહ્યું, ‘અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોફેશનલ ફ્લાઇટ ઓપરેશન્સનું ઉદાહરણ સ્થાપિત કરશે કારણ કે ખાસ દિવસે આવનારા VVIP મહેમાનોનું સ્વાગત કરવા માટે સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.’

આ ખાસ દિવસ માટે પ્રયાગરાજ, ગોરખપુર અને વારાણસી એરપોર્ટ પર ઘણા વિમાનો પાર્ક કરવામાં આવશે અને તેમના હેંગર ખાલી રાખવામાં આવશે. MVIAA ચોવીસ કલાક કામ કરશે, જે ધુમ્મસ અને અંધારી સ્થિતિમાં પણ ફ્લાઇટ ઓપરેશનને સરળ બનાવશે. આ સાથે જો કોઈપણ એરલાઈન્સે 21 અને 22 જાન્યુઆરી માટે ફ્લાઈટ્સ શેડ્યૂલ કરી છે તો કોમર્શિયલ ફ્લાઈટ્સ પણ તેમનું સંચાલન ચાલુ રાખશે.

અયોધ્યા એરપોર્ટ પર ડ્રોપ એન્ડ મૂવ પોલિસી લાગુ થશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના ટેક્નિકલ ઈન્ચાર્જ અને અયોધ્યા એરપોર્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર રાજીવ કુલશ્રેષ્ઠે જણાવ્યું હતું કે, અમે એરપોર્ટની અંદર તમામ સિવિલ અને ટેકનિકલ કામો પૂર્ણ કરી લીધા છે અને બાકીનું કામ તેના અંતિમ તબક્કામાં છે. 21 અને 22 જાન્યુઆરીએ એરપોર્ટ પર ટ્રાફિકની અવરજવર ખૂબ જ વધુ રહેવાની શક્યતા હોવાથી MVIAA એડમિનિસ્ટ્રેશને આ બે દિવસોમાં ‘ડ્રોપ એન્ડ મૂવ’ પ્રતિબંધો લાદવાનું નક્કી કર્યું છે. મતલબ કે ફ્લાઈટ્સ અહીં મહેમાનોને છોડીને તરત જ પરત ફરશે. અયોધ્યા એરપોર્ટ પર પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે નહીં.

Most Popular

To Top