આ વિષયમાં તા.૨૪ એપ્રિલ, ૨૦૨૫નો અને અન્ય વિષય પર તા.૨૭ એપ્રિલ,૨૦૨૫નો ગુજરાતમિત્રનો તંત્રીલેખ વાંચવા જેવો છે. અત્યંત ઉલ્લેખનીય લેખ છે. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ પર્યટકોના મૃત્યુ બાદ સરકારે થોડા આકરા પગલાંની જાહેરાત કરી છે. સારુ છે, એવા પગલા લેવાવા જ જોઈએ પરંતુ હવે સમય આવી ગયો છે આનાથી પણ વધુ આકરા પગલા લેવાની. એવા આકરા પગલા કે જેની અસરથી પાકિસ્તાનને આતંકવાદ બંધ કરવાની ફરજ પડે.
સંજાગો એવા ઊભા થયા છે કે સરકાર અત્યંત આક્રમક બની ગમેતેવા આકરા પગલા લે તો તેમાં વિરોધ પક્ષોએ પણ સરકારને સાથ આપવો પડે અને સારા સમાચાર એવા છે કે તેની ધીમે પગલે શરૂઆત થઈ ચૂકી છે. ટૂંકમાં પ્રજા હવે પાકિસ્તાન સામે સરકાર એવા આકરા પગલા ભરે જેનાથી તેને આતંકવાદ બંધ કરવાની ફરજ પડે તેવા પગલાંની રાહ જોઈ રહી છે. આ દુનિયામાં પાકિસ્તાન જેટલો બેશરમ દેશ બીજો કોઈ નથી તે અંગે તા.૨૭ એપ્રિલ , ૨૦૨૫ નો ગુજરાતમિત્રનો તંત્રીલેખ એકદમ સચોટ છે. વાંચી જવા ભલામણ છે. અતિ ઉત્તમ કક્ષાના તંત્રીલેખ લખવા બદલ ગુજરાતમિત્રનાં તંત્રીશ્રીને અભિનંદન
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.