Charchapatra

ગુજરાતમાં વધુ ‘હ્મુમન મિલ્ક બેન્ક’ની જરૂર

જન્મથી લઇને છ માસ સુધી માતાનું દૂધ બાળકને માટે અમૃત સમાન હોય છે પરંતુ જે માતા બાળકને દૂધ નથી આપી શકતી તેવાં બાળકો અને આરોગ્યના કારણસર જે બાળકો માતાના દૂધને સીધું ગ્રહણ કરવા સક્ષમ નથી હોતાં તેવાં બાળકો માટે ‘હ્મુમન મિલ્ક બેન્ક’ આશીર્વાદ સમાન હોય છે. પરંતુ હાલ મધર મિલ્ક બેન્ક રાજયની ચાર મેડિકલ કોલેજ હોસ્પિટલ સુરત ,વડોદરા,વલસાડ અને ગાંધીનગર ખાતે પૂર્ણ રીતે કાર્યરત છે. ગુજરાતમાં કાર્યરત મધર મિલ્ક બેન્કમાં અત્યાર સુધીમાં 21357  માતાઓ દ્વારા અમૃતરૂપી દૂધનું  દાન કરાયું છે. જેનો અંદાજે 19 731 બાળકોને લાભ અપાયો છે. ગુજરાતમાં દર વર્ષે અંદાજે 13 લાખ બાળકોનો જન્મ થાય છે. જેમાંથી અમુક બાળકો  પ્રિટર્મ હોય છે  અને ઓછાં વજનવાળાં હોય છે. આવા સંજોગોમાં ગુજરાતનાં આવાં નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તે અર્થે રાજયભરમાં હ્મુમન મિલ્ક બેન્કની સંખ્યા વધારવામાં  આવે તો તે તેમના માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઇ શકે છે.
પાલનપુર          – મહેશ. વી.વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાજનીતિ રોજિંદા વ્યવહારમાં પણ પ્રવેશી ગઈ છે
રાજનીતિએ આખા સમાજને ભરડો લીધો છે. આજકાલ રાજનૈતિક લોકોનું સમાજ અને સંસારમાં વર્ચસ્વ વધતું જાય છે. લોકો રાજનીતિથી અંજાતાં જાય છે. રાજનૈતિક લોકો કરે છે. તેવી જ રીત લોકો પોતાના અંગત  જીવનમાં પણ અપનાવતાં થયાં છે અને એટલે સમાજમાં  પરિવારમાં અને આપણા રોજિંદા વ્યવહારમાં પણ રાજનીતિ પ્રવેશી ગઈ છે. રાજનીતિ એટલે દંભ, રાજનીતિ એટલે અંદર બહારની એકતાનો હોય, પ્રતિષ્ઠા અને નામના વધતી હોય તો માણસ પોતાના સુખ અને શાંતિથી ભરેલા જીવનને પણ હોડમાં મૂકી શકે છે.
ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ – વિજલપોર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top