આણંદ : રાજ્ય સરકારના અણઘણ વહીવટ અને ગુનાહિત બેદરકારીને કારણે કોરોનાની બીજી લહેરમાં મૃત્યુંનું પ્રમાણ વધ્યું હતું. તેવો આક્ષેપ પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ ઉમરેઠ ખાતે ન્યાય યાત્રા દરમિયાન કર્યો હતો. ઉમરેઠ તાલુકાના શીલી જીલ્લા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ પ્રતાપપુરા, શિલી, અહીમા, બાજીપુરા, જીતપુરા, ભરોડા, હમીદપુરા જેવા વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકોના મૃત્યુ થયા હોવાની હકિકત સામે આવી હતી. કહેવાતી કોવિડ હોસ્પિટલોમાં બેડ, ઈન્જેકશન, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટરની અછતના કારણે મોટા ભાગના લોકોના મોત થયા, સૌને ન્યાય એજ કૉંગ્રેસનો સંકલ્પ હતો.
કોંગ્રેસ પ્રેરિત કોવિડ – ૧૯ ન્યાયયાત્રા અંતર્ગત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. તેમની સાથે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રતિનિધિ ભૃગુરાજસિંહ, આણંદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યશપાલસિંહ, ઉમરેઠ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમરભાઈ જોશી, આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ સરલાબેન, આણંદ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કપિલાબેન, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઈ, તાલુકા પંચાયત સભ્ય કાન્તીભાઈ, તાલુકા પંચાયત સભ્ય કોહ્યાભાઈ, તાલુકા પંચાયત સભ્ય રાજેન્દ્રભાઈ, વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફકીરભાઈ, ગોપાલસિંહ ચાવડા વિગેરે જોડાયાં હતાં.
સંતરામપુરમાં કોંગ્રેસની ન્યાયયાત્રા ઉખરેલી પહોંચી
સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા કોવીડ-19 ન્યાય યાત્રા ઉખરેલી ખાતે યોજવામાં હતી. જેમાં કોરોનામાં મરણ પામેલા પરિવારજનોને સાંત્વના આપી તેમજ સરકાર પાસે આર્થિક સહાય માટે માંગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરજીવનભાઈ પટેલ, સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમતિના પ્રમુખ જયકરભાઇ પુરોહિત, માજી ધારસભ્ય જી.એમ. ડામોર, મહીસાગર જિલ્લાના ઉપપ્રમુખ ઝવેરભાઇ ખરાડી, માજી આરોગ્ય સમિતિના ચેરમેન મણીબેન ડામોર, મહીસાગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પરસોતમભાઈ પટેલ, મહીસાગર જિલ્લા સેવાદળના પ્રમુખ પ્રકાશભાઈ ડોડિયાર, એસટી સેલના પ્રમુખ ડામોર પ્રવીણભાઇ તથા દેવરાજકુમાર એસ. ડામોર તેમજ સ્થાનિક કાર્યકર મિત્રો હાજર રહીને કોરોનામાં આ વિસ્તારના મૃત્યુ પામેલા કુટુંબીજનોને મળીને સાંત્વના આપી હતી.
લુણાવાડામાં કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને સાંત્વના આપી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન મુજબ મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ચાલી રહેલ કોવિડ-19 ન્યાય યાત્રાનો કાર્યક્રમ લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં યોજાયો હતો. જેમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલાના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઇ મૃત્યુ પામનારા અને સારવાર લેનારા વ્યક્તિઓની તમામ વિગતો મેળવવામાં આવી અને ઉપયોગી સહયોગ માટે લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. કોરોના-19 ન્યાય યાત્રાના કાર્યક્રમ દરમિયાન શહેર પ્રમુખ સુરેશભાઈ પટેલ, વિરોધ પક્ષના નેતા પી.એમ. પટેલ, ગુલાબસિંહ ચૌહાણ, પાલિકાના પૂર્વ પ્રમુખ પીંકુ બાપુ, હાલ પાલિકાના ઉપપ્રમુખ રાકેશભાઈ પંડ્યા, લુણાવાડા તાલુકા પ્રમુખ કિશોરસિંહ રાઠોડ, મહીસાગર જિલ્લાના મહામંત્રી સરફરાજભાઈ પટેલ, અજયસિંહ ચૌહાણ અને પાર્થભાઈ જોશી વગેરે આગેવાનો યાત્રામાં જોડાયા હતા.