રાજકોટ(Rajkot): ગુજરાત(Gujarat)માં ચોમાસું જામ્યું છે. સુરત(Surat) સહિત અનેક શહેરોમાં ધોધમાર શરુ થઇ ગયો છે. વરસાદનાં પગલે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે. સુરતનું વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે. આ વચ્ચે ગુજરાતમાં ફરી એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેથી સૌરાષ્ટ્ર(Saurashtra), ગુજરાતમાં હજુ 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ(Heavy Rain)ની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેર- ઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ વધુ વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય થઇ છે. જેથી આગામી 4 દિવસ માટે ભાવનગર, ભરૂચ, સુરત, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, વલસાડ, દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદ લાવે તેવી ત્રણ જુદી-જુદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે આગામી 4 દિવસ રાજ્યનાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આગામી 11 અને 12 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બન્ને દિવસોમાં 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે.
દમણગંગા નદી બે કાઠે, નીચાણવાળા વિસ્તારનાં 28 ગામો એલર્ટ
વલસાડના કપરાડામાં 14 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. હાલમાં મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમ માંથી નદીમાં 21900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. વાપી નજીક દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થય છે. સાવચેતીના ભાગરૂપે લોકોને નદી કિનારા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. જો કે, આ બધાની વચ્ચે તંત્રના સૂચનનો અનાદર કરી કેટલાક લોકો ધસમસતી નદીના પ્રવાહ નજીક પહોંચ્યા હતા. નદી બે કાંઠે થતા કાંઠા વિસ્તારમાં આવેલા દાદરા નગર હવેલી વાપી અને દમણનાં લગભગ 28 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.