અમદાવાદ : મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના અંગે વડાપ્રધાન (PM) મોદીની મુલાકાત પાછળ થયેલા ખર્ચા અંગેની ખોટી માહિતી સોશિયલ મીડિયા (Social Media) પર ઉપર મૂકવા બદલ તૃણમુલ કોગ્રેસ (ટીએમસી)ના રાષ્ટ્રીય પ્રવક્તા સાંકેત ગોખલેની શહેર ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ અંગેના ખર્ચની વિગત અંગે ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાંકેત ગોખલે સોશિયલ મીડિયામાં ખોટી માહિતી રજુ કરી હતી, અને કેટલાક ડોક્યુમેન્ટસ પણ રજૂ કર્યા હતા. આ ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ખોટા દસ્તાવેજ રજુ કરવા અંગે ફરિયાદ નોંધી ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાંકેત ગોખલેની રાજસ્થાનથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.