ગાંધીનગર : એક તરફ આવતીકાલે પીએમ (PM) નરેન્દ્ર મોદી મોરબીની (Morbi) મુલાકાતે જવાના છે તે પહેલા પૂર્વ ડે.સીએમ નિતીન પટેલે એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે મોરબી ઝુલતા પુલની દુર્ધટના માટે નૈતિક જવાબદારી અમારી સરકારની છે. તેમણે કહ્યું હતુ કે આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેકટર અમારો અને નગરપાલિકા પણ જિલ્લા વહિવટ હેઠળ આવે છે.
તેમણે કહ્યું હકુ કે દિવાળી પછી પુલ શરૂ થયા બાદ લોકો મોટી સંખ્યામાં ત્યાં જતાં હતા. તેમ છતા તેની કોઈએ નોંધ લીધી નથી. આ દુર્ધટનામાં કોણ જવાબદાર છે અને કોની ભૂલ છે તે સરકાર ટુક સમયમાં શોધી કાઢશે અને કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિતીન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે અને તેમણે ભલે નિખાલસતા પૂર્વક કબૂલાત કરી છે પરંતુ તેમની આ કબૂલાતના કારણે ભાજપમાં રીતસરનો સોંપો પડી ગયો છે.