Trending

વીજળી પડતા પહેલા જ હવે મોબાઈલ એપ કરશે તમને એલર્ટ!

સમગ્ર દેશમાં વરસાદે (Monsoon) જમાવટ કરી છે. મેધાની પહેલી બેટિંગમાં જ ઘણાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી તો ક્યાંક જળબંબાકારની (Water bombing) સ્થિત સર્જાઈ હતી. વરસાદની ઋતુમાં ઘણીવાર વીજળી (Electricity) પણ પડે છે. જેના કારણે ઘણાં લોકોનું મૃત્યુ (Death) પણ થાય છે. જાણકારી મુજબ વીજળી પડવાથી દર વર્ષે ભારતમાં લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામે છે. આમ તો આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી પણ કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે એવી એપ બનાવી છે જે તમને આ સમસ્યા સામે મદદરૂપ થઈ શકે છે.

કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે એક એવી એપ્લિકેશન બનાવી છે જે વીજળી પડવાના થોડા સમય પહેલા જ તમને સાવધાન કરી દેશે. આ એપ્લિકેશનનું નામ દામિની છે. આ એપ વીજળી પડશે એ પહેલા તમને માહિતી તો આપશે જ પણ કેવી રીતે બચવું એની માહિતી પણ આપશે. તમે Google Play Storeમાંથી આ એપ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત વીજળી અન્ય કયા કયા વિસ્તારોમાં પડવાની છે તેની પણ જાણકારી આપશે.

આ એપ બનાવનાર ટીમના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર સુનીલ પવારે જણાવ્યું કે દામિની એપ વીજળી પડતાની 30થી 40 મિનિટ પહેલા સતર્ક કરવાની સાથે એ પણ જણાવશે કે તમે આવા સમયે કેવી રીતે સલામત રહી શકો છો. તેમજ જો કોઈ આ ઘટનાથી પીડાઈ તો જેતે વ્યકિતને કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકો છો. ખેતરમાં કામ કરવા દરમિયાન, મુસાફરી દરમિયાન, ઘરની આસપાસ કામ કરતી વખતે જો વીજળી પડવાની હોય તો ચેતવણી મળશે અને તમે કેવી રીતે તમારો બચાવ કરી શકો તેની માહિતી ચિત્ર સહિત આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ એપ પર છેલ્લા 6 મહિનાથી કામ ચાલી રહ્યું છે.

ડૉક્ટર પવારે આગળ જણાવ્યું કે એપ્લિકેશન ઓપન કરશો કે તરત જ તમે જે સ્થાન પર છો ત્યાંનો મેપ આવશે. આ મેપના 20 કિલોમીટરના વ્યાસમાં આગામી સમયમાં પડનાર વીજળીની ચેતવણીથી આ એપ તમને સાવચેત કરશે. જે સ્થળ પર તમે હાજર હોવ ત્યાં વીજળી પડવાની છે કે નહીં તેની માહિતી પણ તમને હિન્દી અને અંગ્રેજી ભાષામાં મળશે. તેમજ તમે કેવી રીતે સાવચેત રહી શકો અને આવી સ્થિતમાં કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકો તે પણ આ એપ જણાવશે.

Most Popular

To Top