World

થાઈલેન્ડમાં વાંદરાઓના બે જૂથ સામસામે આવી ગયા, પછી થયું એવું કે લોકો જોતા રહી ગયા

થાઈલેન્ડમાં (Thailand) એક એવી ઘટના સામે આવી છે જેણે લોકોને વિચારતા કરી દીધા છે. માણસ માણસ વચ્ચેના બે જૂથ સામસામે આવી ઝઘડો કરો કે રસ્તા પર હંગામો (Fight) મચાવે તે વાત તો સામાન્ય લાગી શકે છે પરંતુ વાંદરાઓની (Monkey) બે જૂથ વચ્ચેની અથડામણ ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે. આવું જ થાઈલેન્ડના રસ્તા પર જોવા મળ્યું હતું જ્યાં વાંદરાઓના બે જૂથ સામસામે આવી ગયા હતા.

થાઈલેન્ડમાં વાંદરાઓની વસ્તી એટલી વધી ગઈ છે કે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. થાઈલેન્ડના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાંદરાઓની સંખ્યા વધુ હોવાના કારણે પ્રવાસીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીકવાર વાંદરાઓ એટલા હિંસક બની જાય છે કે તેમને રોકવું ખૂબ મુશ્કેલ છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સેંકડો વાંદરાઓના બે જૂથ રસ્તાની વચ્ચે લડતા જોવા મળે છે. સામાન્ય લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં અને ત્યાં દોડતા જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે લોપબુરી શહેરમાં વાંદરાઓની બે ટોળકી વચ્ચે અથડામણ થઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @sighyam નામના યુઝરે શેર કર્યો છે જેને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોપબુરી શહેરના અધિકારીઓએ અરાજકતાનો અંત લાવવાનું શરૂ કર્યું છે અને હાલમાં પ્રાઈમેટ્સને સ્થાનાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ તાજેતરમાં પ્રાકૃતિક સંસાધન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વાંદરાઓની નસબંધી અને સ્થળાંતર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ વાંદરાઓ લોકોનું ખાવાનું ચોરે છે અને લોકોને પરેશાન પણ કરે છે. વર્ષ 2017માં વાંદરાઓની સંખ્યાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા.

Most Popular

To Top