અમદાવાદ: ગુજરાત (Gujarat) ફાર્મસી કાઉન્સિલના ધ્યાન ઉપર આવ્યું હતું કે કેટલીક કોલેજો (Collage) પૈસા (Money) લઈને ઘરે બેઠા ડિગ્રી (Degree) આપે છે, તેમજ મોટી ઉંમરના (Age) લોકોને પણ ડિગ્રી આપવામાં આવી છે. રાજ્યના સીઆઇડી ક્રાઇમમાં (CID Crime) ફરિયાદ (Complaint) દાખલ થતાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ચાર કોલેજો ઘરે બેઠા ડિગ્રી આપતી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે રાજસ્થાનની (Rajasthan) ત્રણ અને પંજાબની (Punjab) એક ફાર્મસી કોલેજને બ્લેક લિસ્ટમાં (Black List) મુકવામાં આવી છે. ફાર્મસી કાઉન્સિલ દ્વારા રાજસ્થાનની પેસિફિક કોલેજ ફાર્મસી, પેસિફિક ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી, સનરાઈઝ કોલેજ ઓફ ફાર્મસી જ્યારે પંજાબની માલવા કોલેજ ઓફ ફાર્મસીને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત આ કોલેજની માન્યતા રદ થાય તે માટે અરજી કરવામાં આવે છે. બ્લેક લિસ્ટ કરાયેલી ચારે કોલેજો વિદ્યાર્થીઓ (Student) પાસેથી પૈસા લઇને ઘરે બેઠા ડિગ્રી આપતી હતી.
ગ્રાન્ટ-ઇન-એઇડ મા. શાળાઓમાં શિક્ષકોને બદલીનો લાભ આપો: કોંગ્રેસ
અમદાવાદ: રાજ્યમાં ઘણા બીજા સ્વતંત્ર એકમ અને નિગમોમાં બદલીનો લાભ કર્મચારીઓને આપવામાં આવે છે, પરંતુ રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને હજુ બદલીનો લાભ આપવામાં આવતો નથી. તેથી આ શિક્ષકોને બદલીનો લાભ મળે તે માટે કોંગ્રેસ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરી છે કે ઘણા કેસમાં ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ગુજરાતના અલગ અલગ ગામો કે શહેરોમાં નિમણૂંક આપવામાં આવે છે. જેમાં કેટલાકને તો વતનથી ૭૦૦થી ૮૦૦ કી.મી. દુર નોકરી આપવામાં આવે છે. જેમને હાલની પરિસ્થિતિ મુજબ નિવૃત્તિ સુધી વતનથી દુર નોકરી કરવી પડે છે, પોતાના સ્વજનોથી દુર રહેવું પડે છે. તેથી પરિવારના સારા-નરસા પ્રસંગોમાં તેઓ હાજરી પણ આપી શકતા નથી. પરિણામે શિક્ષકો અને તેમના પરિવારો તણાવમાં જીવન વિતાવે છે.
…તો વિદ્યાર્થીઓને સ્થાનિક વિસ્તાર અને બોલીથી વાફેક શિક્ષકો મળી રહે
જો ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોને બદલીનો લાભ મળે તો વિદ્યાર્થીઓને સ્થાનિક વિસ્તાર અને બોલીથી વાફેક શિક્ષકો મળી રહે. જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને પણ મળી શકે તેમ છે. જેથી આપને વિનંતી છે કે ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને તેમને બદલીનો લાભ આપવામાં આવે.