પહેલાના લોકો પરમેશ્વરને પૂજતા હતા આજે તો માણસ પૈસાને પૂજે છે. આજના સ્વાર્થી જગતમાં પૈસાદાર માણસની ગણતરી થતી હોય છે. પૈસા વિનાના માણસના નસીબમાં માત્ર અને માત્ર તિરસ્કાર અને ઉપેક્ષા જ એના નસીબમાં હોય છે. કહેવાયું છે ને કે પૈસાથી માણસ નાથાલાલ અને પૈસા વિનાનો નાથિયો છે! પૈસાના કારણે ભાઈ -બહેન ,-ભાઈ- ભાઈ, પિતા -પુત્ર વચ્ચે વાદ-વિવાદ અને ઝઘડો ઉત્પન્ન થતો હોય છે..! પૈસો અનિવાર્ય અનિષ્ટ છે જીવન વ્યવહાર માટે જરૂરી પણ છે જ પૈસો. પૈસાથી જ સમાજમાં વટ પાડનારાઓની ખોટ નથી જ. પૈસા વિનાનો માણસ દાંત વિનાના પશુ જેવો લાચાર છે. પૈસો તો પૈસાદારને ય ઓછો પડતો જણાયો છે.
પૈસાની ભૂખ પૈસાદારને ચિંતાથી ચિતા સુધી ઘસડી જાય છે એમાં બે મત નથી. પૈસાનો નશો માણસને અભિમાની અને તોછડો બનાવે છે. માન સન્માન તો પૈસાદારના થતા હોય છે કે પાંચમાં પૂછાય અને પૂજાય છે ,જ્યારે પૈસા વિનાનો માણસ પંચની બહાર બેઠેલો નિરાશ જોવા મળે છે . સમાજમાં તેની કોઈ ગણતરી થતી નથી જે દુઃખદ છે. પૈસાદાર માણસ સાહેબ, શેઠ અને બોસ બનીને ફરતો જોવા મળે છે. રંક માણસ ગુલામ ,નોકર અને સેવક બને છે. પૈસો એ જીવલેણ રોગ છે. પૈસાદારને તો જીવથી વહાલો હોય છે માત્ર અને માત્ર પૈસો! અસ્તુ!
સુરત – રમેશ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સિનિયર સીટીઝન ની મુશ્કેલીઓ
સિનિયર સીટીઝન ના લાભાર્થે સરકારશ્રી તરફથી વિવિધ યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે જેનો લાભ મેળવી રહ્યા છે પરંતુ મોટી વિતાંબના બેન્કમાં પડે છે.65વર્ષની ઉંમર પછી નમૂનાની સહી કરવામાં હાથ ધુજે છે અને સહી કરવામાં તકલીફ પડે છે. કેટલાક સિનિયર સીટીઝનો અપુત્ર વાન હોય ત્યારે કે પુત્ર /પુત્રી વિદેશ મા હોય કે વૃદ્ધ મા બાપને રાખતા ન હોઈ ત્યારે પૈસા ઉપાડવા ખુબ જ મુશ્કેલી પડે છે. આ માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ એવુ નથી લાગતું?
સુરત – ચંદ્રકાન્ત રાણા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.