એકવીસમી સદીમાં શહેરોમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. પહેલાં હૉલસેલ અને રીટેઇલ દુકાનો હતી. દુકાનમાં આપણે વસ્તુ માંગવાની અને વેપારી જાતે આપણને વસ્તુ આપતા. એ દુકાનમાં અમુક વસ્તુ જ મળતી. કેટલીક દુકાનોમાં ગીરદી વધારે તો કેટલીક દુકાનોવાળા ગ્રાહકની રાહ જોતા બેસી રહેતા. જેને ખરીદી કરવાની હોય તે જતું. આજે જે મોલ કલ્ચર ચાલુ થયું છે તે ખરીદીની સાથે હરવા ફરવા સાથે મનોરંજન પણ પુરૂં પાડે છે. મોલમાં મનપસંદ કંપનીની સારી કવૉલીટીની વસ્તુ હાથમાં પકડીને ભાવ જોઈને જાતે લઈ શકાય છે.
બાળકોને રમવા માટેની જાતજાતની ગેમ્સ હોય છે. સરસ મજાની કેન્ટીન હોય છે. વળી મોલની સ્વચ્છતાની તો વાત જ શી કરવી! મોલની સ્વચ્છતા માણસને આકર્ષે છે. લિફ્ટ અને એસ્કેલેટર હોય. વળી મોલનું અનેરૂં આકર્ષણ એસી છે. મોલમાં જે સજાવટ કરેલી હોય છે તે તો કેટલી સુંદર લાગે છે. મોલનો સ્ટાફ પણ શિસ્ત વાળો હોય છે. સામાન્ય દુકાન પર થતા ગ્રાહક અને દુકાનદાર વચ્ચેના ઝઘડા અહીં જોવા મળતા નથી. આમ, નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી મોલ એક આકર્ષણ છે. મોલમાં મળતાં બીલ સરકારને પણ મદદરૂપ બને છે.જે લોકો મોલમાં ખરીદી કરે છે તે સરકારને મદદરૂપ બને છે.
સુરત પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.