National

સંસદમાં વિપક્ષને તમારો વિરોધી ન સમજો, તેમને પ્રતિપક્ષ કહો.. કામ કરો, અહંકારી ન બનો- મોહન ભાગવત

RSS ચીફ મોહન ભાગવતે સોમવારે 10 જૂને નાગપુરમાં સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં ભાગવતે ચૂંટણી, રાજકારણ અને રાજકીય પક્ષોના વલણ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે સંસદમાં બે પક્ષો કેમ હોય છે? જેથી કરીને કોઈપણ મુદ્દાને લઈ બંને પક્ષોને સંબોધિત કરી શકાય. દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેવી જ રીતે દરેક મુદ્દાની બે બાજુઓ હોય છે. સંસદમાં બે પક્ષો જરૂરી છે. દેશ ચલાવવા માટે સંમતિ જરૂરી છે. સંસદમાં સર્વસંમતિથી નિર્ણયો લેવા માટે બહુમતીનો પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ દરેક પરિસ્થિતિમાં બંને પક્ષોએ શિષ્ટાચાર જાળવવો પડે છે. વિપક્ષને વિરોધપક્ષની જગ્યાએ પ્રતિપક્ષ કહેવું જોઈએ.

ભાગવતે કહ્યું કે જે પ્રતિષ્ઠાને અનુસરીને કામ કરે છે, અભિમાન કરે છે પરંતુ તેમાં લિપ્ત નથી થતો, અહંકાર નથી કરતો, તે જ સાચા અર્થમાં સેવક છે. તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સ્પર્ધા જરૂરી છે. આ સમય દરમિયાન અન્યને પાછળ ધકેલી દેવાનું પણ બને છે પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ હરીફાઈ જૂઠાણા પર આધારિત ન હોવી જોઈએ. ભાગવતે મણિપુરની સ્થિતિ પર કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી રાજ્યમાં શાંતિ હતી પરંતુ અચાનક ત્યાં ગન કલ્ચર વધી ગયું. આ સમસ્યાનો પ્રાથમિકતાના આધારે ઉકેલ આવે તે જરૂરી છે.

તે સાચો સેવક છે જે શિષ્ટાચારનું પાલન કરે છે
ભાગવતે કહ્યું કે બહારની વિચારધારાઓની સમસ્યા એ છે કે તેઓ પોતાની જાતને જે યોગ્ય છે તેના એકમાત્ર સંરક્ષક માને છે. ભારતમાં જે પણ ધર્મો અને વિચારો આવ્યા, કેટલાક લોકો અલગ-અલગ કારણોસર તેમના અનુયાયી બન્યા પરંતુ આપણી સંસ્કૃતિને તેનાથી કોઈ વાંધો નથી. આ માનસિકતામાંથી આપણે છૂટકારો મેળવવો પડશે કે માત્ર આપણો અભિપ્રાય સાચો છે, બીજા કોઈનો નહીં. જે પોતાનું કર્તવ્ય નિભાવતી વખતે મર્યાદાની સીમાઓનું પાલન કરે છે, જેને પોતાના કામ પર ગર્વ છે છતાં અલિપ્ત રહે છે જે અહંકાર રહિત છે – આવી વ્યક્તિ ખરેખર સેવક કહેવાને પાત્ર છે.

ચૂંટણીનો મુકાબલો જુઠ્ઠાણા પર આધારિત ન હોવો જોઈએ
જ્યારે ચૂંટણીઓ યોજાય છે ત્યારે સ્પર્ધા જરૂરી છે. જે દરમિયાન અન્યને પાછળ ધકેલી દેવા પડે છે પરંતુ તેની પણ એક મર્યાદા છે. આ સ્પર્ધા જૂઠાણા પર આધારિત ન હોવી જોઈએ. શા માટે લોકો ચૂંટાય છે? સંસદમાં જવા માટે, વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવા માટે અને અમારી પરંપરા સર્વસંમતિ બનાવવાની છે.

Most Popular

To Top