National

મોહમ્મદ ઝુબૈરને મળી મોટી રાહત, તમામ છ કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court ) આજે ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબૈરને (Mohammad Juber) મોટી રાહત આપી છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની બેન્ચે ઝુબૈરને યુપીમાં (UP) નોંધાયેલા તમામ 6 કેસમાં ઈન્ટરિમ જામીન આપ્યા છે. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ નોંધાયેલા FIRને મર્જ કરીને તેની એકસાથે તપાસ કરવામાં આવે. તમામ FIRને દિલ્હી (Delhi) પોલીસને ટ્રાન્સફર કરવામાં આવે. આ સાથે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે કેટલીક કડક ટિપ્પણીઓ પણ કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધરપકડની શક્તિનો ઉપયોગ સંયમથી થવો જોઈએ. એવું કહેવામાં આવ્યું હતું કે હવે ઝુબૈરને કસ્ટડીમાં રાખવાનું કોઈ કારણ નથી. ઝુબૈરને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં મુક્ત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કુલ સાત FIR નોંધવામાં આવી હતી. જેમાંથી એક દિલ્હીમાં અને બાકીના છ યુપીમાં નોંધાયા હતા. મોહમ્મદ ઝુબૈરને દિલ્હી કેસમાં પહેલા જ જામીન મળી ચૂક્યા છે. હવે યુપીમાં નોંધાયેલા તમામ છ કેસમાં ઝુબૈરને વચગાળાના જામીન મળી ગયા છે. મતલબ કે હવે મોહમ્મદ ઝુબેર જેલમાંથી મુક્ત થશે.

આ સાથે કોર્ટે નોંધાયેલા તમામ કેસને એકસાથે ક્લબ કરી દીધા છે. આ જ તપાસ એજન્સી (સ્પેશિયલ સેલ) તેમની તપાસ કરશે. કોર્ટે ઉત્તર પ્રદેશમાં નોંધાયેલી 6 FIR દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે મોહમ્મદ ઝુબૈરને 20,000 રૂપિયાના જામીન બોન્ડ સાથે જામીન પર મુક્ત કરવામાં આવશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝુબૈર તેની વિરુદ્ધ નોંધાયેલી તમામ અથવા કોઈપણ એફઆઈઆરને રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં જઈ શકે છે.

મોહમ્મદ ઝુબૈર સામે ક્યાં કેસ દાખલ છે
ફેક્ટ ચેકર ઝુબૈર વિરુદ્ધ કુલ સાત એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમાંથી 1 દિલ્હીમાં અને બાકીના 6 ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા છે. ગાઝિયાબાદ, લોની, મુઝફ્ફરનગર, લખીમપુર, ખેરબાદ, સીતાપુર, સિકંદરાવ, હાથરસ,ચંદોલીમાં ઝુબૈર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. કુલ ચાર કેસમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી, સીતાપુર, હાથરસ અને લખીમપુર ખેરીનો કેસ સામેલ છે. આ ચાર કેસમાંથી તેને સીતાપુર કેસ અને દિલ્હી કેસમાં જામીન મળ્યા હતા.

યુપી સરકારે કહ્યું- ઝુબૈરને ટ્વીટ કરવાની મંજૂરી ન આપવી જોઈએ
કોર્ટમાં યુપી સરકારે કહ્યું કે મોહમ્મદ ઝુબૈરને ટ્વીટ કરવાથી રોકવા જોઈએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આ કેવી રીતે કહી શકો? જાણે કે વકીલને દલીલ કરતા અટકાવવામાં આવે! અથવા વ્યક્તિને બોલતા અટકાવો!.વ્યક્તિ જે બોલશે અથવા જે કરશે તેના માટે તે જ જવાબદાર રહેશે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે જ્યારે યુપીમાં નોંધાયેલી એફઆઈઆરમાં આરોપો દિલ્હી પોલીસની એફઆઈઆર જેવા જ છે તો તેમને અલગ કસ્ટડીમાં રાખવાનો કોઈ અર્થ નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો આગળ પણ આ મામલે કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે તો તેને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવશે.

Most Popular

To Top