ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ કહ્યું કે, ભારત વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીને કેવી રીતે આઉટ કરવું તે જાણતો નથી અને તેને લાગે છે કે આ સ્ટાર બેટ્સમેન ઓસ્ટ્રેલિયામાં તેની ટીમની મહાન જીતનો ભાગ ન હોવાને કારણે સારું પ્રદર્શન કરવા પ્રેરિત થશે.
કોહલી પોતાના બાળકના જન્મને કારણે પ્રથમ ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયાથી ઘરે પરત આવ્યો હતો. તે 5 ફેબ્રુઆરીથી ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
મોઈને વીડિયો કોન્ફરન્સ દરમિયાન કહ્યું, અમે તેને કેવી રીતે આઉટ કરીશું? તે નિશ્ચિતરૂપે એક મહાન ખેલાડી, વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે.
તે સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત રહે છે અને મને વિશ્વાસ છે કે ઓસ્ટ્રેલિયામાં ટીમના સારા પ્રદર્શન બાદ તે વધુ પ્રેરિત થશે. તેણે કહ્યું, હું નથી જાણતો કે આપણે તેને કેવી રીતે આઉટ કરવુ છે કારણ કે મને નથી લાગતું કે તેની કોઈ નબળાઇ છે પરંતુ અમારો બોલિંગ એટેક સારો છે અને અમારી પાસે ઝડપી ઝડપી બોલરો છે. મોઈને કહ્યું, તે ખૂબ જ સરસ વ્યક્તિ છે અને મારો સારો મિત્ર છે. અમે ક્રિકેટ વિશે વધારે વાત કરતા નથી.
ગાબા ટેસ્ટ વખતે હું ભારતીય ટીમનો ચાહક હતો: સ્ટુઅર્ટ બ્રોડ
ડેઇલી મેલમાં લખેલી પોતાની કોલમમાં સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું, ગાબામાં ટેસ્ટ મેચ રમવી અને જીતવી તે એટલી સરળ જગ્યા નથી, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીત્યા પછી સાતમા આસમાન પર ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ થશે. હું તમને જણાવવા માગુ છું કે બ્રિસ્બેન ટેસ્ટ દરમિયાન તે ઈંગ્લેન્ડથી ટીમ ઈન્ડિયાનો સમર્થક પણ હતો. તેમણે બતાવેલ એકતા, કેરેક્ટર, ટીમ ભાવના આશ્ચર્યજનક હતી. કોઈ પણ ટીમને ગર્વની લાગણી થશે કે ઈજાઓ સામે લડ્યા બાદ ભારતે હાંસલ કર્યું. કેટલાક સારા કારણોસર તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો લીડર છે. પરંતુ, અમે તેના ચાહકો તરફથી થોડા દિવસોમાં તેના દુશ્મનો બની ગયા છે અને અમે ટીમ ઈન્ડિયાને દિમાગ પર હાવી કરવા માગતા નથી.