National

‘મોદીજી પોતાને મહાન ગણાવીને લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે’- સોનિયા ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી (Sonia Gandhi) અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ પાર્ટીની ‘ન્યાય પત્ર’ મહાસભામાં ભાગ લેવા જયપુરના (Jaypur) વિદ્યાધર નગર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યા પાર્ટીના નેતાઓએ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં સોનિયા ગાંધીએ પોતાના મેનીફેસ્ટોની વાત સાથે વડાપ્રધાન મોદીને (Prime Minister Modi) લોકશાહીનું ચીરહરણ રનાર જ ગણાવી દીધા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ શનિવારે 6 એપ્રિલ 2024ના રોજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાજસ્થાનના જયપુરમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી આપણો દેશ એવી સરકારના હાથમાં છે જેણે મોંઘવારી અને બેરોજગારી સિવાય કશું આપ્યું નથી. આ સરકારે સામાન્ય લોકો પર અત્યાચાર કર્યો છે. આ દેશ માત્ર અમુક લોકોની સંપત્તિ નથી. આ દેશ આપણા સૌનો છે.

સોનિયા ગાંધીએ કહ્યુ, ચારે તરફ અન્યાયનો અંધકાર વધી ગયો છે. તેમજ અમે આ અંધકાર સામે લડીશું અને ન્યાયનો પ્રકાશ શોધીશું. બદનસીબે આજે આપણા દેશમાં આવા નેતાઓ સત્તા પર છે, જેઓ લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે. આજે લોકશાહી ખતરામાં છે. લોકતાંત્રિક સંસ્થાઓની તોડફોડ કરવામાં આવી રહી છે, એટલું જ નહીં પણ આપણા બંધારણને બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે.

સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે ભાઈઓ અને બહેનો, આ કાર્યક્રમમાં તમારી વચ્ચે હોવાનો મને ખૂબ જ ગર્વ છે. મિત્રો એક સમયે આપણા મહાન પૂર્વજોએ સખત સંઘર્ષના આધારે આપણને આઝાદી અપાવી હતી. આટલા વર્ષો પછી ચારેબાજુ અન્યાયનો અંધકાર છે. આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે આપણે આ અંધકારની સામે લડીશું અને ન્યાયનો પ્રકાશ શોધીશું.

આ મહાસભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમે અમારી પાર્ટીની જાહેરાત અને તમારો ન્યાય પત્ર પ્રજા સમક્ષ મૂકી રહ્યા છીએ. તેમજ આ પત્રને ‘ન્યાય પત્ર’ નામ આપવામાં આવ્યું છે કારણ કે તે સંઘર્ષનો અવાજ છે. હાલ બેરોજગારી ચરમસીમાએ છે, ભાજપ સરકારે દસ વર્ષથી આ સમસ્યા માટે કંઈ કર્યું નથી. અમે અમારા મેનિફેસ્ટોનું નામ ન્યાય પત્ર રાખ્યું છે જેથી તે સ્પષ્ટ થાય કે આ માત્ર ઘોષણાઓની સૂચિ નથી જેને અમે ચૂંટણી પછી ભૂલી જઈશું. આ એક સંઘર્ષનો અવાજ છે, આ દેશનો અવાજ છે જે આજે ન્યાય માંગી રહ્યો છે.

Most Popular

To Top