Charchapatra

મોદીજી વિદેશમાં…

મોદી યુગમાં મોદીની વિદેશયાત્રા સારી એવી રહી. મોદીજી બ્રિટનમાં 53 દેશોની બેઠકમાં જનરલ પ્રેસીડેન્ટ બન્યા. જેણે 200 વર્ષ સુધી આપણા દેશને ગુલામ બનાવ્યો હતો.  દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઇ જોઈએ. બીજુ ભારતને યુ. એન. હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં સૌથી વધુ મતે જીત મળી 97 જરૂરી હતા પરંતુ 188 વોટ મળ્યા. મોદીજી વિદેશમાં છે…. ત્રીજું વિશ્વના 25 સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારત ચોથા નંબરે આવ્યું. ચોથુ નવા સોલર પાવર પ્લાન્ટસ સ્થાપવામાં અમેરિકા અને જાપાનને પાછળ રાખી ભારત બીજા નંબરે પહોંચી ગયું છે પાંચમું 2017-18 માં સૌર ઊર્જાનું ઉત્પાદન જોઈ ચીન અને અમેરિકા સ્તબ્ધ બની ગયું.  છઠ્ઠું  ભારતની જી.ડી.પી અમેરિકા અને ચીનથી પણ વધુ છે ભારતની જીડીપી 8.2% છે. સાતમું ભારત જમીન આકાશ અને પાણી ત્રણેય ક્ષેત્રમાંથી સુપર સોનિક મિસાઇલો છોડનાર પ્રથમ દેશ બન્યો. આઠમું ભારતનું માસિક જી.એસ.ટી ટેક્સ કલેકશન એક લાખ કરોડને પાર કરી ગયુ આ છે મોદીજી નું અર્થશાસ્ત્ર. હવે અંતમાં જણાવુ તો છેલ્લા 4 વર્ષમાં ભારતના વિકાસમાં શું થયું ફ્રાન્સને અર્થતંત્રમાં પાછળ ધકેલીને નંબર 6 બન્યો. મોદીજીની વિદેશયાત્રા ભારત માટે ખૂબ જ નસીબવંતી બની છે. ભાઈ મોદીજી વિદેશમાં…
સુરત     – નીરૂબેન બી શાહ         -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top