Business

મોદી, ટ્રમ્પ અને ઈરાનની જુદી અને અલગ, તરહતરહની ભિન્નભિન્ન વિચારધારા છે!

વિચારધારાઓ ઘણી હોય છે અને તેને વિવિધ વર્ગોમાં વહેંચી અને વર્ગીકૃત કરી શકાય! અત્રે કેટલીક મુખ્ય વિચારધારાઓ પેશ છે! 1 લીબરલિઝમ (ઉદારવાદ)ઉદાહરણ :      જ્હોન લોક, જીન-જેક્સ રૂસો, અને    જ્હોન સ્ટુઅર્ટ મિલ. 2. કંઝર્વેટિઝમ (સંરક્ષણવાદ)ઉદાહરણ: એડમંડ બર્ક, અને રોબર્ટ પીલ. 3. સોશ્યલિઝમ (સમાજવાદ) ઉદાહરણ: કાર્લ માર્ક્સ, ફ્રેડરિક એન્જેલ્સ, અને વ્લાદિમીર લેનિન. 4. કોમ્યુનિઝમ (સામ્યવાદ)ઉદાહરણ: કાર્લ માર્ક્સ, ફ્રેડરિક એન્જેલ્સ, અને માઓ ઝેડોંગ. 5. નેશનલિઝમ (રાષ્ટ્રવાદ)ઉદાહરણ: જોસેફ મેઝિની, અને ગાંધીજી. 6. એન્કાર્ચિઝમ (અનાર્કીવાદ) ઉદાહરણ: પિયર-જોસેફ પ્રોધોન, અને એરિકો માલાટેસ્ટા. 7. ફાશીઝમ (ફાશીવાદ) ઉદાહરણ: બેનિટો મુસોલિની, અને એડોલ્ફ હિટલર. સબબ, સદર ઉક્ત વિચારધારાઓના અનુયાયીઓ ઘણા હોય છે અને તેઓ વિવિધ દેશોમાં અને સંસ્કૃતિઓમાં જોવા મળે છે!

અલબત,મોદી, ટ્રમ્પ અને ઈરાનની વિચારધારાઓ ખરેખર જુદી અને અલગ છે. તેમની વિચારધારાઓ તેમના દેશોની રાજકીય, આર્થિક અને સામાજિક પરિસ્થિતિઓથી પ્રભાવિત છે!મોદીની વિચારધારા હિંદુ રાષ્ટ્રવાદ અને આર્થિક વિકાસ પર કેન્દ્રિત છે! જ્યારે,  ટ્રમ્પની વિચારધારા અમેરિકા ફર્સ્ટ પોલિસી અને રાષ્ટ્રવાદ પર આધારિત છે અને ઈરાનની વિચારધારા શિયા ઈસ્લામિક રિવોલ્યુશનરી વિચારધારા પર આધારિત છે અને તે અમેરિકા વિરોધીતા અને પેલેસ્ટાઈન સમર્થન પર કેન્દ્રિત છે! મજકુર ત્રણેય નેતાઓની વિચારધારાઓ તેમના દેશોની આંતરિક અને બાહ્ય નીતિઓ પર પ્રભાવ પાડે છે અને વૈશ્વિક રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે!

ખેર, સદરહુ ત્રણેય નેતાઓની વિચારધારાઓની તુલના અને  તેમની કોઈ ચોક્કસ નીતિ વિશે અત્રેથી જાણીએ  *મોદીની વિચારધારા* – હિંદુ રાષ્ટ્રવાદ – આર્થિક વિકાસ – સામાજિક સમાવેશ – ટેકનોલોજી અને નવીનતા *ટ્રમ્પની વિચારધારા* – અમેરિકા ફર્સ્ટ પોલિસી – રાષ્ટ્રવાદ- સંરક્ષણવાદ – ઇમિગ્રેશન પ્રતિબંધો *ઈરાનની વિચારધારા* – શિયા ઈસ્લામિક રિવોલ્યુશનરી વિચારધારા – અમેરિકા વિરોધીતા – પેલેસ્ટાઈન સમર્થન – ઈસ્લામિક મૂલ્યો આમ, ઉક્ત  તુલના અને નીતિઓ ઊપરથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, મોદી, ટ્રમ્પ અને ઈરાનની વિચારધારાઓ ખરેખર જુદી અને અલગ માટીની રહેલી છે!
સુરત     –  સુનીલ રાજેન્દ્ર બર્મન આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top