National

ઉત્તરાખંડની સ્થિતિ પર મોદી અને શાહની નજર, એનડીઆરએફ ટીમ રવાના

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ રવિવારે ઉત્તરાખંડમાં હિમખંડ તૂટવાના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી અને રાજ્યના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત ( trivendra ravat ) સાથે વાત કરી હતી અને તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી. તે જ સમયે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( amit shah) પણ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે રાષ્ટ્રીય આપદા મોચન દળની કેટલીક ટીમો હવાઇ માર્ગે દિલ્હીથી ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે.

વડા પ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘હું ઉત્તરાખંડ ( uttrakhand) ની કમનસીબ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છું. ભારત ઉત્તરાખંડની સાથે ઉભું છે અને દેશ સર્વની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યું છે. હું સતત વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરું છું અને એનડીઆરએફ ની ટીમ, બચાવ અને રાહત કામગીરી સંબંધિત માહિતી સતત મેળવી રહ્યો છું.

વડા પ્રધાન કાર્યાલયએ એક બીજા ટ્વિટમાં કહ્યું, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે બચાવ અને રાહત કાર્યની સમિક્ષા કરી હતી. સત્તાધીશો અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવા કામ કરી રહ્યા છે.

આ સાથે જ શાહે ટ્વીટ કર્યું, ‘મેં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, આઇટીબીપીના ડાયરેક્ટર જનરલ અને એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ સાથે ઉત્તરાખંડમાં કુદરતી આફતની માહિતી અંગે વાત કરી છે. તમામ સંબંધિત અધિકારીઓ લોકોને સલામત બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. એનડીએએફ ટીમો બચાવ કામગીરી માટે રવાના થઈ છે. દેવભૂમિને દરેક શક્ય સહાય આપવામાં આવશે.

ગૃહ પ્રધાને કહ્યું, ‘નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની કેટલીક વધુ ટીમો હવાઇ માર્ગે દિલ્હીથી ઉત્તરાખંડ મોકલવામાં આવી રહી છે. અમે ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. નોંધપાત્ર વાત એ છે કે રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ઋષિગંગા ખીણમાં બરફવર્ષાને પગલે અલકનંદા અને તેની સહાયક નદીઓમાં અચાનક તીવ્ર પૂર આવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top