Charchapatra

મોદી 2029 સુધી વડા પ્રધાન રહેવા જોઇએ

વડા પ્રધાન મોદી સારી કામગીરી કરી રહ્યા છે. દેશ-વિદેશમાં ભારત અને ભારતીઓનો ડંકો વાગી રહ્યો છે. જો મોદી બેરોજગારી અને મોંઘવારીને કાબૂમાં લઇ શકે તો મોદીની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાઈ શકે છે. મોદી  જો આઝાદ કાશ્મીરને ભારતમાં ભેળવી દે તો મોદી અત્યાર સુધીના શ્રેષ્ઠ વડા પ્રધાન બની શકે છે. મોદી જ આ કરી શકે છે. બીજા કોઇ વડા પ્રધાન કરી શકશે નહીં. મોદી હૈ મુમકીન હૈ મોદી અત્યારના સંજોગો જોતાં 2029 સુધી તો વડા પ્રધાનપદે રહેશે. મોદીનો વિકલ્પ પક્ષવિપક્ષમાં દૂર દૂર સુધી કોઇ દેખાતો નથી.

નીતિન ગડકર, યોગી આદિત્યનાથ કે શિવરાજ ચૌહાણ કોઇ દિવસ મોદીની પ્રતિભા અને ઊંચાઇને આંબી શકવાના નથી. આ નેતાઓનો પનો ટૂંકો પડે છે. તો 2029 પછી કદાચ મોદી જાય તો શ્રેષ્ઠ વડા પ્રધાનપદે અમિત શાહ કદાચ આવી શકે છે. અમિત શાહ છેક નીચેથી ઉપર આવ્યા છે. અમિત શાહ અત્યારે 60 વરસના છે. બીજી 3 ટર્મ સુધી વડા પ્રધાનપદે રહી શકે છે. મોદી અત્યારે એકદમ ફીટ છે. ચાલવામાં, બોલવામાં એમને કોઇ તકલીફ નથી. ચાલવા માટે એમને 74મા વરસે પણ કોઇનો ટેકો લેવો પડતો નથી. લાંબુ વિચારનારા વડા પ્રધાન છે. રાજનાથના દાવપેચથી વાકેફ છે. ટ્રમ્પને નહીં મોદીને નોબલ પુરસ્કાર મળવો જોઇએ. એમ તમને નથી લાગતું?
સુરત- અબ્બાસ સીરાજભાઇ કોકાવાલા            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top